બ્રિટિશ દંપતીને ઈઝીજેટ ફ્લાઈટમાંથી ઉતારી દેવાયું

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ યુનાઈટેડ એરલાઈન્સની ક્રૂર ઘટનાએ વિશ્વભરમાં હોબાળો મચાવ્યો તેના ૨૪ કલાકમાં જ લૂટનથી સીસીલીની ઈઝીજેટની ફ્લાઈટમાંથી બ્રિટિશ દંપતી વિદ્યા (૩૫) અને મનોજ (૩૮) પ્લેન ઓવરસ્ટાફ હોવાનું જણાવીને કોઈપણ વળતર આપ્યા વિના ઉતારી દેવાયું હતું. તેમણે આ ટ્રીપ માટે ૬૨૮ પાઉન્ડ ચૂકવ્યા હતા. આ યુગલે સીસીલીમાં નોન-રિફન્ડેબલ એકોમોડેશન અને ટ્રાન્સફર્સ સહિત ૧,૨૭૦ પાઉન્ડનું છ દિવસનું પેકેજ બુક કરાવ્યું હતું. તે પણ તેમણે રદ કરાવવું પડ્યું હતું.

ઈઝીજેટના સ્ટાફે તેમને બીજી ફ્લાઈટની વ્યવસ્થા અથવા વળતરના હક્કથી માહિતગાર કરવાને બદલે આગામી ચાર દિવસ સુધી બીજી કોઈ જ ફ્લાઈટ ન હોવાનું જણાવીને મુશ્કેલીમાં વધારો કર્યો હતો.

મનોજે જણાવ્યું હતું, ‘આ માની જ ન શકાય તેવી અપમાનજનક સ્થિતિ હતી. એરલાઈને ઓવરબુકિંગ કર્યું હતું. એરપોર્ટના બે સ્ટાફે અમને ભરચક વિમાનના પ્રવાસીઓની નજર સામે પ્લેનમાંથી ઉતારી દીધા હતા. યુનાઈટેડ એરલાઈન્સના પેસેન્જર અને અમારી વચ્ચે માત્ર એટલો જ તફાવત હતો કે અમને ધક્કા મારીને ઉતાર્યા ન હતા.’

ઈઝીજેટે ભૂલને લીધે આ ઘટના બની હોવાનું જણાવીને માફી માગી હતી. તેના પ્રવક્તાએ જણાવ્યું હતું,‘ સંજોગો ખૂબ અસામાન્ય હતા અને ગેટ પર થયેલી આ માનવીય ભૂલ હતી. અમે તમામ કોલનું રેકોર્ડિંગ સાંભળ્યું હતું અને અમે ક્યાંય પણ વૈકલ્પિક મુસાફરી અથવા EU261માં પ્રવાસ માટે કોઈને ઈનકાર કર્યો ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter