બ્રિટિશ પાકિસ્તાની સેક્સ ગેંગના લેખ મુદ્દે સારાહ ચેમ્પિયન રોષનો ભોગ

Wednesday 01st August 2018 02:45 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના ઈક્વોલિટીઝ પ્રવક્તા સારાહ ચેમ્પિયને ‘ધ સન’માં લખેલા લેખ બ્રિટિશ પાકિસ્તાનીઓ તેમના મતવિસ્તારમાં શ્વેત યુવતીઓના જાતીય શોષણ માટે ગ્રૂમીંગ કરતા હોવાનો દાવો કર્યો હતો. તેને લીધે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ઉગ્ર ડાબેરીઓ અને મુસ્લિમ વિરોધીઓ તેમને ઓફિસમાંથી બહાર ખેચી કાઢશે તેવી દહેશતને પગલે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

સારાહે લેખમાં જણાવ્યું હતું કે બ્રિટિશ પાકિસ્તાનીઓ શ્વેત યુવતીઓ પર બળાત્કાર ગુજારે છે અને તેમનું શોષણ કરે છે તેનાથી દેશને સમસ્યા છે. શું આવું બોલવાથી હું જાતિવાદી કહેવાઉં? અથવા હું જે ભયંકર સમસ્યા છે તે શું છે તેના વિશે બોલવા માટે તૈયાર છું તેવું કહેવાય? ગયા ઓગસ્ટમાં પણ સારાહ ચેમ્પિયને આવી સ્પષ્ટ ભાષામાં વાત કરી હતી. પરિણામે તેમને જેરેમી કોર્બીને ઠપકો આપ્યો હતો અને શેડો કેબિનેટમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રોધરહામમાં આ શબ્દો ભૂલાયા નથી. ૨૦૧૪માં આ શહેરનું સેક્સ ગ્રૂમીંગ કૌભાંડ બહાર આવતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. મોડી રાત સુધી નિયમિત દેખાવો યોજાતા હતા અને ક્રિમિનલ ઈન્ક્વાયરી હાથ ધરાઈ હતી.

સ્થાનિક પાકિસ્તાની સમાજ વતી રજૂઆત કરવાનો દાવો કરતી ચેરિટીના નેતૃત્વ હેઠળ સારાહ ચેમ્પિયનની ટીકા કરવામાં આવી હતી. તેના મુખ્ય સ્થાપક જોસેફ રોનટ્રી ચેરિટેબલ ટ્ર્સ્ટ છે. માનવ અધિકાર જૂથ કેજને ૩૦૦,૦૦૦ પાઉન્ડનું દાન આપવા બદલ આ ટ્રસ્ટની વ્યાપક ટીકા કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter