હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડર્સમાં લાંબી ચર્ચાવિચારણાના અંતે પાર્લામેન્ટે આ સન્માનિય ગૃહ સમક્ષ અતિ મહત્ત્વના લેજિસ્લેશન બાબતે પ્રતિભાવો માટે ૧૭ જુલાઈની મર્યાદા રાખવા નિર્ણય લીધો છે. સાદી ભાષામાં કહીએ તો આ દેશના લોકોના રોજબરોજના જીવનના કાસ્ટ અથવા ઞ્જાતિને કેન્દ્રસ્થાન આપવામાં આવ્યું છે. પ્રમોટર્સ અથવા સરકાર પણ રોજગાર, હાઉસિંગ, ફ્રેન્ડશીપ્સ અથવા લગ્નમાં પણ ઞ્જાતિ અવરોધોના આધારે આ દેશમાં આપણા જીવનમાં માની લીધેલા ભેદભાવ અને અન્યાયો બાબતે વાસ્તવદર્શી ડેટા આપવા સક્ષમ બની નથી.
આ સૂચિત લેજિસ્લેશનને સમર્થન આપતાં પરિબળોએ આ દરખાસ્તની રજૂઆત કરવા પાછળના કારણો વિશે સ્પષ્ટતા સાથે અને સ્વચ્છ રીતે બહાર આવવું જ રહ્યું. ઞ્જાતિ ભેદભાવ સંબંધિત કેટલી ઘટનાઓનો રીપોર્ટ કરાયો છે? સૈદ્ધાંતિક દૃષ્ટિએ જોઈએ તો ભેદભાવ અથવા અન્યાયની એક પણ ઘટના સ્વીકાર્ય ગણાય નહીં. જ્યારે કોઈ કાયદો કેટલાક અપવાદોના આધારે ઘડવામાં આવે ત્યારે જે સમુદાયને મદદ કરવાનો હેતુ હોય તે જ સમાજના તાણાવાણાને તેની અસરોથી જોખમ અને નુકસાન સ્પષ્ટ રહે છે.
ખાસ કરીને ૨૦૧૭ના યુકેમાં કાનૂની ફ્રેમવર્કમાં ઞ્જાતિનો સમાવેશ જરૂરી નથી કે ઈચ્છનીય પણ નથી અને તે જોખમી છે. આપણે તેને પક્ષીય રાજકારણની બાબત બનાવવી જોઈએ નહીં લોકોએ તેમના ટૂંકા ગાળાના સ્વહિતોથી પણ આગળ વિચારવું જોઈએ નહીં. અહીં રાજકારણીઓને પ્રોત્સાહિત કરતી કોઈ વોટ બેંક નથી. હકીકતો પણ આધારિત યોગ્ય સમજનો અભાવ સ્પષ્ટ છે અને છેલ્લા થોડાં વર્ષોમાં આ બધો તણાવ અને ખેંચતાણ યોગ્ય નથી.

