બ્રિટિશરો વર્ષે £૪૫ મિલિયનના રોમાન્સ કૌભાંડનો શિકાર

Wednesday 13th February 2019 02:21 EST
 
 

લંડનઃ બ્રિટનના નેશનલ ફ્રોડ ઈન્ટેલિજન્સ બ્યૂરો અને સિટી ઓફ લંડન દ્વારા સંચાલિત પોલીસ રિપોર્ટિંગ સેન્ટર ‘એકશન ફ્રોડ’એ વેલેન્ટાઇન ડે પહેલાં લોકોને સાવચેત કરવા રસપ્રદ અને ડરાવનારા આંકડા બહાર પાડ્યા છે, જે મુજબ બ્રિટનમાં વર્ષમાં ૫૦ મિલિયન પાઉન્ડનો રોમાન્સ ફ્રોડ થાય છે. ગયા વર્ષે રોમાન્સ ફ્રોડના શિકાર વ્યક્તિદીઠ સરેરાશ ૧૧,૧૪૫ પાઉન્ડ ગુમાવવાના થયા હતા. રોમાન્સ ફ્રોડનો મતલબ ડેટિંગ એપ કે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી કોઈને સાથે સંબંધ બનાવવો અને પછી છેતરીને તેની પાસેથી પૈસા પડાવી ગાયબ થઈ જવું એમ થાય છે.

નવા આંકડા મુજબ બ્રિટનમાં ૨૦૧૮માં રોમાન્સ ફ્રોડના ૪૫૫૫ રિપોર્ટ નોંધાયા હતા. જેમાં શિકાર બનેલાને કુલ ૪૫ મિલિયન પાઉન્ડનો ચૂનો લાગ્યો હતો. ૨૦૧૭ની તુલનામાં તે ૨૭ ટકા વધુ છે. વળી તેમાં શિકાર થનારામાં મહિલાઓની સંખ્યા ૬૩ ટકા છે અને તેમની સરેરાશ ૫૦ વર્ષ છે. ૪૦ ટકાથી વધુ પીડિતોએ જણાવ્યું હતું કે આના પરિણામે તેમના સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતો પર અસર થાય છે.

રોમાન્સ ફ્રોડથી બચવાના ઉપાયોમાં ઓનલાઇન સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરવી અને સામે ઘણા સવાલો પૂછવા, પ્રોફાઇલ ચેક કરી, નામ-ફોટા અંગે સર્ચ એન્જિન પર ડેટિંગ સ્કેમ ટર્મની સાથે સર્ચ કરવું, મિત્રો અને પરિવાર સાથે પોતાની ડેટિંગ પસંદ અંગે ચર્ચા કરવી, ઓનલાઇન સંબંધવાળા સાથે ક્યારેય પૈસા ન મોકલવા તેમજ બેન્કિંગ માહિતી પણ આપવી નહિનો સમાવેશ થાય છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter