અગાઉના લેખમાં આપણે એ સમજ્યા કે ભગવાન સ્વામીનારાયણ આધ્યાત્મિક વિશ્વ – અક્ષરધામમાં સીધાવ્યા ત્યારે તેમની પાછળ ભવ્ય મંદિરો, સાધુઓ અને હજારો ભક્તો તેમજ દિવ્ય વચનો અને ધર્મગ્રંથોનો વારસો મૂકતા ગયા હતા.હવે આપણે સ્વામીનારાયણની પુરુષોત્તમ અને ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર તરીકે વાસ્તવિક ઓળખ કરાવવાના કાર્યને આગળ ધપાવનારા ગુણાતીતાનંદ સ્વામી અને પ્રાગજી ભક્તના કાર્યો વિશે વાત કરીશું.
ગુણાતીતાનંદ સ્વામી
ભારતના ભાદ્રા ગામમાં ૨૮ સપ્ટેમ્બર ૧૭૮૪ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું નામ મૂળજી શર્મા રખાયું હતું. નાનપણથી જ તેમણે ભગવાન સ્વામીનારાયણ સાથે જોડાણ હોવાનું સ્પષ્ટ રીતે દર્શાવ્યું હતું. તેમના માતા-પિતાના આનંદ વચ્ચે તેઓ ભગવાન સ્વામીનારાયણ શું કરતા હતા અને તેઓ ક્યાં હતા તેના વિશે વાત કરતા હતા. ભગવાન હવે ઘરની બહાર નીકળ્યા છે અથવા તે મેદાનમાં રમે છે તેવા નિવેદનો તેઓ કરતા હતા.
ભગવાન સ્વામીનારાયણ ઘણાં પ્રસંગોએ ભાદ્રા આવ્યા હતા અને મૂળજીને મળ્યા હતા અને ગામલોકોને તેમની દિવ્યતાની વાત કરી હતી. તેઓ દુન્યવી બાબતોથી અલિપ્ત રહેતા હતા. એક દિવસ ૨૯ નવેમ્બર,૧૮૦૯ના રોજ તેઓ તેમના ખેતરમાં હતા ત્યારે તેમને ભગવાન સ્વામીનારાયણના દિવ્ય દર્શન થયાં અને તેઓ પોતાની સાથે જોડાવા તેમને બોલાવતા હોવાનું તેમણે જોયું.
જાન્યુઆરી ૧૮૧૦માં ભગવાન સ્વામીનારાયણે મહા યજ્ઞ યોજ્યો તેમાં હજારો લોકોને આમંત્રણ અપાયું હતું. તે વખતે તેમણે મૂળજીને ગુણાતીતાનંદ સ્વામીનું નામ આપ્યું હતું. આટલો મોટો યજ્ઞ ગુણાતીતાનંદ સ્વામી સાથેની તેમની ગાઢ નિકટતાનો સંકેત આપતો હતો. તેઓ સાધુઓના જૂથમાં ઝડપથી સ્થિર થયા હતા અને સ્વામીનારાયણનો સંદેશ ફેલાવવા માટે તેમણે ભારત ભ્રમણ શરૂ કર્યું. તેમની વર્ણન કરવાની અને ભજનો ગાવાની અદભૂત ક્ષમતાથી તેમણે ઘણાં લોકોના દિલ જીતી લીધા હતા.
ટૂંક સમય પછી ભગવાન સ્વામીનારાયણે જૂનાગઢમાં મોટું મંદિર બંધાવ્યું અને ગુણાતીતાનંદ સ્વામીને તેના વડા તરીકે નીમ્યા. તમામ હરિભક્તો અને સાધુઓ દર મહિને એક વખત ત્યાં જતા અને ગુણાતીતાનંદ સ્વામીના પ્રવચનો સાંભળતા હતા.
ગુણાતીતાનંદ સ્વામીની વીરાસત ભગવાન સ્વામીનારાયણ પ્રત્યેના ગાઢ સમર્પણ અને તેમની સાથેના અદભૂત જોડાણમાં છે. તેમનાં ઘણા પ્રવચનોનો હવે એક પુસ્તક – સ્વામીની વાતો - માં સમાવેશ કરાયો છે. તે સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય ધર્મગ્રંથો પૈકી એક ગણાય છે.
તેમણે તેમનું જ્ઞાન અને ઉપદેશો પ્રાગજી ભક્તને આપ્યા તે સ્વામીનારાયણ સંપ્રદાયને તેમનું મોટું યોગદાન છે. તેઓ ઘણાં વર્ષો સુધી તેમની સાથે રહ્યા અને સેવા કરી હતી. ૮૨ વર્ષની વયે સ્વામી ગુણાતીતાનંદે જાહેર કર્યું કે ૪૦ વર્ષ સુધી તેમણે મંદિરના વડા તરીકે સેવા આપી. હવે તેઓ આ કામ અન્ય સાધુઓેને સોંપશે. તેઓ ગોંડલ ગયા અને અંતે ત્યાંથી જ તેઓ અક્ષરધામમાં ગયા. તેમના અંતિમસંસ્કાર જ્યાં કરાયા હતા તે સ્થળે તેમની સ્મૃતિમાં મંદિર બનાવાયું છે. આ મંદિર અક્ષર દેરી તરીકે ઓળખાય છે અને લાખો શ્રદ્ધાળુઓ માટે તે યાત્રાના મુખ્ય સ્થળો પૈકીનું એક ગણાય છે.
પ્રાગજી ભક્ત
ભારતના મહુવા ગામે ૨૦ માર્ચ, ૧૮૨૯ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમનું નામ પ્રાગજી ભક્ત હતું. બાળક તરીકે તે સ્કૂલે જવા ના પાડતા અને મિત્રોને કહેતા કે તેઓ આધ્યાત્મિક બાબતોમાં શિક્ષિત હોવાથી તેમને સ્કૂલે અભ્યાસ કરવા જવાની જરૂર નથી. તેઓ મિત્રોને ભગવાનની ભક્તિ કરવા પ્રોત્સાહન આપતા હતા. મોટાભાગનો સમય તેઓ મહુવાના સ્વામીનારાયણ મંદિરમાં વીતાવતા હતા. ત્યાં તેઓ વરિષ્ઠ સાધુ ગોપાળાનંદ સ્વામીને મળ્યા. પ્રાથમિક મુલાકાત પછી પ્રાગજી ભક્તને ભગવાન સ્વામીનારાયણ અને તેમની ફિલસુફી સમજવામાં વધુ રસ પડ્યો હતો. તેમણે ગોપાળાનંદ સ્વામી સાથે ગાઢ મિત્રતા કેળવી. ધામમાં જતા પહેલાં તેમણે પ્રાગજી ભક્તને જૂનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીના પ્રવચનોમાંથી શીખ લેવા કહ્યું. તેઓ ભગવાન સ્વામીનારાયણના સાક્ષાત્કાર સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું
એક વખત તેઓ ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા ત્યારે તેમણે કહ્યું, ‘ પ્રાગજી, મારી પાસે ઘણું જ્ઞાન છે. પરંતુ, મારે તે જ્ઞાન મેળવવા લાયક હોય તેવી વ્યક્તિ શોધવાની છે.’ આ સાંભળીને પ્રાગજીએ કહ્યું કે પોતે જ્ઞાન મેળવવાને પાત્ર હોય તો તે તેમને શીખવવામાં આવે.
સ્વામીનારાયણ ભગવાનની ફિલસુફીને પ્રતિપાદિત કરવામાં પ્રાગજી ઉત્તમ વક્તા બન્યા હતા.
જોકે, સ્વામીનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાને સંપૂર્ણપણે સમજી ન શકેલા ઘણાં સાધુઓ તેમનાથી રોષ ભરાયા હતા.
૭ નવેમ્બર, ૧૮૯૭ના દિવસે વતન મહુવામાં પ્રાગજી ભક્ત ધામમાં ગયા હતા. તેઓ જ્ઞાનના વારસાના પ્રચાર- પ્રસારનું કાર્ય સક્ષમ એવા યજ્ઞપુરુષદાસ સ્વામીને સોંપી ગયા હતા.


