ભરૂચી વોહરા કોમ્યુનિટીની સંસ્થાઓનું લોન્ચિંગ

Wednesday 15th December 2021 06:21 EST
 
ગ્રૂપ તસવીરમાં કેપ્ટન CEO ઈમ્તિઆઝ પટેલ વરેડીઆવાલાની સાથે ચેરમેન દિલાવરભાઈ દાસંતવાલા, કો-ઓર્ડિનેટર ઈકબાલભાઈ ધોરીવાલા, થિન્ક ટેંક એડવાઈઝર એન્જિનીઅર એમ. હનિફ પટેલ, કોમ્યુનિટી લીડર એમ. સઈદભાઈ મનુબારી સહિતના અગ્રણીઓ દૃષ્ટગોચર થાય છે.
 

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં વોહરા વોઈસ યુકે (VVUK), ભરુચી વોહરા એસોસિયેશન લંડન (BVAL) અને લેસ્ટર ભરૂચી વોહરા એસોસિયેશન (LBVA-UK)નું ઐતિહાસિક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઈસ્ટ હામ લંડનના સાંસદ સટિફન ટિમ્સ દ્વારા આ ભરૂચી વોહરાઝ એસોસિયેશન્સના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, સમગ્ર વિશ્વમાંથી ઘણા ભરૂચી અને તમામ કોમ્યુનિટીઓના સભ્યોની ઉપસ્થિતિમાં ઈન્ટરનેશનલ ભરૂચી વોહરા કન્વેન્શન ડિસે. ૨૦૨૧નો કાર્યક્રમ પણ પાર્લામેન્ટમાં યોજાયો હતો.

લોન્ચિંગ અને વોહરા કન્વેન્શનની કાર્યવાહી પહેલા બોલ્ટનના સાંસદ યાસ્મિનજી કુરેશીએ આંતરરાષ્ટ્રીય મહેમાનોને પાર્લામેન્ટની ટુર કરાવી હતી.

સ્થાનિક અને વિશ્વમાંથી ભરૂચી વોહરા કોમ્યુનિટીના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ, સાંસદો, કાઉન્સિલર્સ,સામાજિક કર્મશીલો, શિક્ષણશાસ્ત્રીઓ, કલાકારો અને એન્ટ્રેપ્રીન્યોર્સ સહિત તમામ ક્ષેત્રના સભ્યોએ મોટા પાયે વોહરા ઈવેન્ટમાં હાજરી આપી હતી.

સાંસદ સટિફન ટિમ્સ તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું તેમજ VVUK, BVAL અને LBVA-UKની ભૂમિકાઓ વિશે જણાવ્યું હતું. સાંસદો યાસ્મિનજી કુરેશી, લિન બ્રાઉન અને સામ ટેરી, ગ્રેટર લંડન એસેમ્બલી મેમ્બર ઉમેશ દેસાઈએ આવી છત્રરુપ સંસ્થાઓ સ્થાપવા બદલ ભરૂચી વોહરા કોમ્યુનિટીને અભિનંદન પાઠવી પોતાનો ટેકો ઓફર કર્યો હતો. યુનુસભાઈ અમદાવાદી (WBVF), નાસીરભાઈ પટેલ (WBVF), હારૂનભાઈ ચામડીઆ (BVAL), સઈદભાઈ મનુબારી, દિલાવરભાઈ દાસણવાલા VVUK), સાજિદભાઈ વોરાસામાનીવાલા (LBVA-UK), બશીરભાઈ પટેલ વરેડીઆવાલા (BVAL), ઈનાયતભાઈ સરપંચ, ઈકબાલભાઈ પાદરવાલા, ફઝિલાબેન પટેલ, શાહીનબેન પટેલ, કાઉન્સિલર ફિરોઝા નેકીવાલાએ ઓડિયન્સને સંબોધન કર્યું હતું.

હાઉસ ઓફ કોમન્સમાં આ ઐતિહાસિક લોન્ચિંગ ઈવેન્ટ શક્ય બનાવવા બદલ અહમદભાઈ નેકીવાલા અને કાઉન્સિલર સલીમ પટેલ લંડનનો આભાર માનવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર ઈકબાલભાઈ ધોરીવાલાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ગુલામસાહેબ નબીપુરી દ્વારા ટિલાવત-એ-કુરાન સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને શાંતિ, સલામતી, સમૃદ્ધિ અને પ્રગતિની દુઆઓ સાથે સમાપન કરાયું હતું

VVUK CEO ઈમ્તિઆઝ પટેલ વરેડીઆવાલા માસ્ટર ઓફ સેરિમની હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter