ભવન -યુકેના માનદ જનરલ સેક્રેટરીપદે મનુભાઇ રામજી

Wednesday 23rd November 2022 05:23 EST
 
 

લંડન

જાણીતા બિઝનેસમેન અને સખાવતી મનુભાઇ રામજી ભવન યુકેના માનદ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપશે. વર્ષો સુધી ભવન ખાતે સક્રિયતા અને અવિસ્મરણીય સેવાઓ આપનાર મનુભાઇ મંદિરો અને સામુદાયિક કેન્દ્રો સાથે ગાઢ સંબંધો ધરાવે છે. પ્રારંભથી જ મનુભાઇ જે હાથોએ આપણને ભોજન પીરસ્યું હોય તેને ભૂલી નહીં જવાની વિચારધારામાં મનતા હતા. તેમની નમ્રતા, ઉમદા સ્વભાવ અને વ્યાપારિક ગુણો ભારતીય સંસ્કૃતિ અને કલાને વધુ સશક્ત બનાવવાના ભવનના હેતૂને નવી ઊંચાઇ પર પહોંચાડશે.

ભારતની બહાર આવેલા ફ્લેગશિપ સેન્ટર તરીકે 1972માં સ્થાપના કરાઇ ત્યારથી બ્રિટનમાં ભારતીય કલાના શિક્ષણમાં અગ્રીમ સ્થાને રહેલ લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન અદ્દભૂત સાંસ્કૃતિક કેન્દ્ર છે. છેલ્લા 50 વર્ષથી લંડન સ્થિત ભવન ખાતે અમે ભારતીય નૃત્ય, સંગીત, કલા, ઇતિહાસ, યોગ અને ભાષાઓનું શિક્ષણ યુવાથી માંડીને વૃદ્ધો અને ભારતીયોથી માંડીને બિનભારતીયોને આપતા આવ્યા છીએ.

ભવનની સુવર્ણ જયંતિના વર્ષમાં મનુભાઇને મોટી સંખ્યામાં લોકોએ શુભેચ્છઆ અને અભિનંદન પાઠવ્યાં છે. શુભેચ્છાઓનો પ્રત્યુત્તર આપતા મનુભાઇએ જણાવ્યું હતું કે, મને શ્રી સી બી પટેલ, શ્રી માણેક દલાલ, શ્રી મથુર કૃષ્ણમૂર્તિ અને શ્રી નંદાજીમાંથી પ્રેરણા મળી છે. આ મહાન લોકોએ આગામી પેઢીઓને માર્ગદર્શન આપવામાં પોતાના આખા જીવનો ખર્ચી નાખ્યાં છે. બિઝનેસમાં મારા 32 વર્ષ દરમિયાન આ મહાન લોકો કરતાં મને સમુદાય માટે કામ કરવાની ઘણી ઓછી તક મળી છે. ભારતમાતાને ભારતમાંના હજારો માનવ ભગવાનોની નહીં પરંતુ તમારા જેવા વધુ પ્રેરણાદાયી લોકોની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter