ભાડૂતને કાઢવા લેન્ડલોર્ડને કોર્ટનો જ આશરો

Wednesday 24th April 2019 02:39 EDT
 

લંડનઃ સરકારની ‘ઓપન એન્ડેડ ટેનન્સીસ’ (સમયમર્યાદા વિના) ની રચનાની યોજના હેઠળ હવે મકાનમાલિકને ભાડૂતને કોર્ટમાં લઈ જવાની ફરજ પડાશે અને મકાનમાલિકે ભાડૂતને મકાન ખાલી કરાવવા માટેના ‘વાજબી કારણો’ આપવા પડશે.

પરિવારો હોમલેસ થાય છે તેના સૌથી મોટા કારણો પૈકીના એકને અટકાવવા માટે લેવાયેલાં આ પગલાં હેઠળ ભાડૂતને મકાન ખાલી કરવા માટે કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી ઓછામાં ઓછો આઠ અઠવાડિયાનો સમય મળશે. મકાનમાલિકો ભાડૂતના વાંક વિના મકાન ખાલી કરાવી શકશે નહિ. મકાનમાલિકોએ દાવો કર્યો હતો કે આ પગલાંને લીધે ખૂબ ઓછાં લોકો પોતાના મકાન ભાડે આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter