ગત દાયકામાં ભારતમાં સતત વૃદ્ધિ પામી રહેલું શાનદાર પરિવર્તન જોવાં મળ્યું છે જેની નોંધ વર્લ્ડ બેન્ક, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), ધ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) અને S&P ગ્લોબલ જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ લીધી છે. તેમના અહેવાલો અને મૂલ્યાંકનો એ બાબતનો નિર્દેશ કરે છે કે ભારત માત્ર વૃદ્ધિ કે વિકાસ કરી રહ્યું નતી, પરંતુ વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે તેવા વિકાસ મોડેલનું સ્થિરતાપૂર્વક ઘડતર કરી રહ્યું છે.
ભારત આજે આર્તિક વિસ્તરણ, સામાજિક ઉત્થાન અને ડિજિટલ સશક્તિકરણના અનોખા ત્રિભેટે ઉભું છે. આટલામ વિશાળ કદ,વિષમ વૈવિધ્યતાઓ અને 1.4 બિલિયન લોકોની વસ્તી સાથેનાં ઘણાં ઓછાં રાષ્ટ્રોએ પ્રમાણમાં ઘણાં ટુંકા ગાળામાં મોટા પાયા પર પ્રગતિ હાંસલ કરી છે.
ભારતીય મધ્યમ વર્ગનો ઉદય
આ પરિવર્તનના સ્પષ્ટ નિર્દેશાંકોમાં એક ભારતના મધ્યમ વર્ગના વિસ્તાર અને તેની વધી રહેલી આર્થિક તાકાતમાં જોવા મળ્યો છે.ગત દાયકા દરમિયાન, ઈન્કમ ટેક્સનો ઝીરો પરસેન્ટ સ્લેબ નોંધપાત્રપણે - નવા સુધારાયેલા ટેક્સ રિજિ્મ હેઠળ રૂપિયા 2.5 લાખથી વધીને રૂપિયા 12 લાખ સુધી વધ્યો છે, જે ઈન્ફ્લેશન એડજસ્ટમેન્ટ તથા ઓછી નઅને મધ્યમ આવક રળનારાઓ પરનો બોજ ઘડાવના ઈરાદા સાથેની નીતિ, બંનેને પ્રતિબિંબિત કરે છે.
વિશેષ નોંધવાલાયક બાબત એ છે કે ઊંચી માફી કે રાહત મર્યાદા હોવાં છતાં, વ્યક્તિગત ફાઈલ કરાયેલાં ઈન્કમ ટેક્સ રિટર્ન્સની સંખ્યા બમણાંથી પણ વધી છે. નાણાકીય વર્ષ (FY) 2013–14 માં આશરે 3.8 કરોડ ભારતીયોએ ઈન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કર્યા હતા તેની સરખામણીએ FY 2023–24 સુધીમાં આ સંખ્યા વધીને 8.6 કરોડની પણ ઉપર ગઈ છે.
આ વલણ કે પ્રવાહ માત્ર વધી રહેલી આવકને દર્શાવતો નથી, પરંતુ અર્થતંત્રના વધી રહેલા ફોર્મલાઈઝેશન, ટેક્સ નિયમોના પાલનમાં વધારો, તેમજ ફાઈનાન્સિયલ સિસ્ટમમાં વ્યાપક ભાગીદારીનો પણ નિર્દેશ કરે છે. વધી રહેલી વપરાશશક્તિની સાથોસાથ ટેક્સ બેઝની વ્યાપકતા વધી રહેલા આત્મવિશ્વાસ અને મહત્ત્વકાંક્ષાઓ સાથેના મધ્યમ વર્ગનો મજબૂત સંકેત પાઠવે છે.
દારૂણ ગરીબીમાં ઐતિહાસિક ઘટાડો
ભારતે દારૂણ ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો નિહાળ્યો છે. વર્લ્ડ બેન્ક સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અંદાજો અનુસાર ભારતની અતિશય ગરીબીનો દર ગત દાયકામાં તીવ્રપણે નીચે ઉતર્યો છે- 16 ટકાથી વધુનો દર સિંગલ ડિજિટના પ્રમાણમાં આવી ગયો છે જેનાથી અંદાજે 170 મિલિયન લોકો અતિશય ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ પ્રગતિ ટકાઉ આર્થિક વૃદ્ધિ, લક્ષ્યાંકિત વેલ્ફેર પ્રોગ્રામ્સ, ગ્રામીમ આવકને સપોર્ટ તેમજ હાઉસિંગ, સેનિટેશન, ઈલેક્ટ્રિસિટી અને બેન્કિંગ જેવી પાયારૂપ સેવાની બહેતર સુવિધાના સમન્વયથી ગતિશીલ થઈ છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સ અને નાણાકીય સમાવેશિતાના ઈનિશિયેટિવ્ઝ કલ્યાણના લાભો લક્ષ્યાંકિત લાભાર્થીઓને વધુ ક્ષમતા સાથે પહોંચે તેની ચોકસાઈમાં મદદરૂપ થયાં છે.
આંકડાઓથી આગળ વધીએ તો, આ ફેરફારો તળિયાના સ્તરે વધુ સારી રીતે જોવાં ળે છે. મુંબઈ, અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોની અમારી મુલાકાતો દરમિયાન, માર્ગો પર ઘરવિહોણા લોકો, ખુલ્લામાં શૌચક્રિયામાં ઘટાડો નોં ધપાત્રપણે જોવા મળ્યો હતો. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં આવા સુધારાઓ નોંધપાત્ર વહીવટી અને સામાજિક સિદ્ધિઓનું પ્રતીક દર્શાવે છે.
ડિજિટલ ગવર્નન્સ અને આર્થિક આત્મવિશ્વાસ
ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વિકાસથી સમાવેશિતા અને કાર્યક્ષમતામાં બહેતર વૃદ્ધિ થઈ છે. ડિજિટલ આઈડેન્ટિટી સિસ્ટમ્સ, ઓનલાઈન બેન્કિંગ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સ અને તત્કાળ-રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સ થકી લીકેજીસ, ઘટ્યાં છે, પારદર્શિતા વધી છે અને નાગરિકોનું, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સશક્તિકરણ વધ્યું છે.
હવે વૈશ્વિક સંસ્થાઓ ડિજિટલ ઈનોવેશન અને વેલ્ફેર ડિલિવરીના સંયોજન સાથે મોટા પાયા પર વહીવટ અને જાહેર સેવાઓ પૂરી પાડવામાં ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે ભારતનું ઉદાહરણ આપે છે.
આત્મવિશ્વાસ અને ક્ષમતાનો દાયકો
ગત 10 વર્ષમાં ભારતની પ્રગતિ કોઈ રીતે આકસ્મિક નથી. તે દીર્ઘકાલીન કલ્પનાશીલતા, નીતિઓના સાતત્ય અને સંસ્થાગત સુધારાઓને પ્રતિબિંબિત કરે છે. દરેક દેશમાં હોય છે તેમ પડકારો તો રહે છે, પરંતુ પ્રવાસની સમગ્રતયા દિશા સ્પષ્ટપણે આગળની જ રહી છે. જ્યારે વિશ્વના ઘણાં પ્રદેશો આર્થિક અનિશ્ચિતતા, વસ્તી સંબંધિત દબાણો અને સામાજિક વિઘટનનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિરોધાભાસી નેરેટિવ દર્શાવે છેઃ જે તાજગીસભર યુવા ઊર્જા, આસમાને જતી મહેચ્છાઓ અને વધતી વૈશ્વિક સુસંગતતા છે.
ગત દસકામાં ભારતે જે હાંસલ કર્યું છે તેના વિશે આપણે- આત્મસંતોષથી નહિ, પરંતુ આત્મવિશ્વાસ સાથે ગૌરવ લેવું જોઈએ. એવો આત્મવિશ્વાસ કે હવે ભારતની કથા માત્ર ગર્ભિત ક્ષમતાઓ વિશે નહિ, પરંતુ પરફોર્મન્સ વિશે છે.


