ભારતીય અમેરિકન સોહી સંજય પટેલને EPA એવોર્ડ

Wednesday 23rd June 2021 06:38 EDT
 
 

ન્યૂયોર્કઃ વર્ચ્યુઅલ રિજનરેશન ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં યુ.એસ. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ ટેક્સાસના વુડ઼લેન્ડ્સની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ભારતીય અમેરિકન સોહી સંજય પટેલ પેટ્રિક એચ. હર્ડ સસ્ટેઈનેબિલિટી એવોર્ડ ૨૦૨૧ના વિજેતા બની હોવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડમાં વિજેતાને EPA ના નેશનલ સસ્ટેઈનેબિલિટી ડિઝાઈન એક્સ્પોની મુલાકાતે જવા માટે ફંડ અપાય છે.
પ્રોજેક્ટમાં તેમણે હાઉસિંગ ઈન્સ્યુલેશન અને અન્ય ઉપયોગમાં લઈ શકાય તેવું પોલીયુરેથેન ફોમ વિક્સાવ્યું છે. આ ફેરમાં ૫ મિલિયન ડોલરના એવોર્ડ્ઝ અને સ્કોલરશિપ્સ માટે સ્પર્ધા કરી રહેલા ૬૪ દેશોના ૧,૮૩૩ ફાઈનલિસ્ટ્સે નવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.  
ભારતમાં ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટનાની થયેલી અસરમાંથી સોહી પટેલને આ પ્રોજેક્ટની પ્રેરણા મળી હતી. તે દુર્ઘટનામાં પેસ્ટીસાઈડ પ્લાન્ટમાંથી ૪૦ ટન કરતાં વધુ મિથાઈલ આઈસોસાયનેટ ગેસ (MIC) લીક થયો હતો.
પોલીયુરેથેન ફોમના ઉત્પાદનમાં MIC ગેસ મુખ્ય રો મટિરિયલ છે. આ ફોમનો ઉપયોગ ઈન્સ્યુલેશન માટે અને સંખ્યાબંધ પ્રોડક્ટ્સમાં કોઈક અસરને અટકાવવા કુશનિંગ મટિરિયલ તરીકે થાય છે. સોહી પટેલ પોલીયુરેથેન બનાવવામાં MICની જગ્યાએ ઈકોફ્રેન્ડલી પદાર્થના ઉપયોગ પર ભાર મૂકે છે.  
ખાસ તો સોહીએ વધુ ટકે તેવું પોલિયુરેથેન ફોમ બનાવવા માટે નોનટોક્સિક વેસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને બે નવા બાયોકેમિકલ વિક્સાવ્યા છે.
EPA સાયન્સ એડવાઈઝર ડો. જેનીફર ઓર્મેઝ્વાલેટાએ જણાવ્યું કે આ વર્ષના ISEFના સ્ટુડન્ટ ફાઈનલિસ્ટ્સ માનવીના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણમાં મદદરૂપ થાય તે રીતે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ કન્સેપ્ટ્સનો ઉપયોગ કરે છે અને તેમના પ્રોજેક્ટ્સ ખરેખર પ્રેરણાદાયક હોય છે. (230)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter