ભારતીય ડોક્ટર સોનલ પાઠક, પુત્રી અને મિત્રનો દૈવી બચાવ

Friday 26th May 2017 05:39 EDT
 
 

લંડનઃ લિવરપૂલના ૪૧ વર્ષીય ભારતીય ડોક્ટર સોનલ પાઠક અને તેમની ૧૩ વર્ષની પુત્રી શ્રેયા અને તેની મિત્ર આન્યાનો માન્ચેસ્ટર હુમલામાં દૈવી બચાવ થયો હતો. કોન્સર્ટમાં ગયેલાં ડો. પાઠકે અરીનાથી સાત મિનિટના અંતરે પોતાની પાર્ક કરી હતી અને કોન્સર્ટ સમાપ્ત થાય તે પહેલા જ તેઓ બહાર નીકળી ગયા હતા, જેથી છેલ્લા સમયે તેમણે ભીડનો સામનો કરવો પડે નહિ.

પોપગાયિકા આરિયાના ગ્રાન્ડના છેલ્લેથી ત્રીજા ગીત પહેલા જ તેઓ અરીનામાંથી બહાર નીકળી ગયા હતા. તેઓ બહાર ગયાં પછી તેમણે દોડતી એમ્બ્યુલન્સીસ જોઈ હતી પરંતુ, કારણ સમજાયું ન હતું. મૂળ જયપુરના ડો. પાઠક રાત્રે ૧૧ વાગ્યે ઘેર પહોંચ્યાં પછી તેમને આ કરુણ ઘટનાની જાણ થઈ હતી. તેઓ પુત્રી અને તેની મિત્ર આન્યા સાથે રાત્રે ૧૦.૨૦ના સુમારે કોન્સર્ટમાંથી બહાર નીકળ્યાં હતાં અને ખરેખર બ્લાસ્ટ થયો તે ફોયરના સ્થળે ૧૦.૨૩ મિનિટે પહોંચ્યાં હતાં. વિસ્ફોટ ૧૦.૩૦ના સુમારે થયો હતો.

તેમની ત્રણ કલાકની પાર્કિંગ ટિકિટનો સમય પૂરો થવામાં હતો અને આઠ માઈલ ડ્રાઈવ કરીને અલ્ટ્રિન્શામ પહોંચવાનું હતું. તેમનું પાર્કિંગ બે મજલા અન્ડરગ્રાઉન્ડ હોવાથી તેમને વિસ્ફોટનો અવાજ સંભળાયો ન હતો કે નાસભાગ જોવાં મળી ન હતી. બહાર નીકળતાં જ તેમણે સામેથી એમ્બ્યુલન્સીસ આવતી જોઈ હતી. જોકે, ઘેર પહોંચ્યા પછી જ ત્રાસવાદી હુમલાની કરુણાંતિકાના સમાચાર જાણવા મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter