ભારતીય મૂળના ૧૨ ઉમેદવારોએ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો

૧૨ વિજેતામાંથી ૬ મહિલાઃ પ્રીતિ પટેલ, રિશી સુણાક, કિથ વાઝ, વિરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા, આલોક શર્મા, વેલેરી વાઝ, શૈલેષ વારાનો વિજયઃ પ્રીત કૌર અને તનમતજીતસિંહ ધેસી પ્રથમ શીખ સાંસદ

Friday 09th June 2017 07:22 EDT
 
 

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૨ ઉમેદવારોએ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. હાઉસ ઓફ કોમન્સના જાહેર થયેલા પરિણામોમાં તનમનજીત સિંહ ધેસી પહેલા પાઘડીધારક શીખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે પ્રિત કૌર પહેલા શીખ મહિલા સાંસદ તરીકે ચૂંટાયા છે. હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય મૂળના ૧૨ સાંસદ ચૂંટાયા હોવાનો આ નવો વિક્રમ છે, અગાઉ ભારતીય મૂળના ૧૦ સાંસદ ચૂંટણી જીત્યા હતા. ૧૨ વિજેતામાં ૬ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના ૫૦ ઉમેદવારોને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિજેતા મૂળ ભારતીયોમાં પ્રીતિ પટેલ, કિથ વાઝ, શૈલેષ વારા, આલોક શર્મા, રિશી સુણાક, સુએલા ફર્નાન્ડીઝ, સીમા મલ્હોત્રાનો સમાવેશ થાય છે.

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૨ ઉમેદવારોએ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. હાઉસ ઓફ કોમન્સના જાહેર થયેલા પરિણામોમાં તનમનજીત સિંહ ધેસી પહેલા પાઘડીધારક શીખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે પ્રીત કૌર ગિલ પહેલા શીખ મહિલા સાંસદ તરીકે ચૂંટાયા છે. હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય મૂળના ૧૨ સાંસદ ચૂંટાયા હોવાનો આ નવો વિક્રમ છે, અગાઉ ભારતીય મૂળના ૧૦ સાંસદ ચૂંટણી જીત્યા હતા. ૧૨ વિજેતામાં ૬ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના ૫૦ ઉમેદવારોને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિજેતા મૂળ ભારતીયોમાં પ્રીતિ પટેલ, કિથ વાઝ, વેલેરી વાઝ, વિરેન્દ્ર શર્મા, શૈલેષ વારા, આલોક શર્મા, રિશી સુણાક, સુએલા ફર્નાન્ડીઝ, સીમા મલ્હોત્રાનો સમાવેશ થાય છે.

અશ્વેત, એશિયન અને એથનિક માઈનોરિટી (BAME) જૂથના સાંસદોની સંખ્યા ૪૧થી વધીને ૫૧ થતાં નવી પાર્લામેન્ટ વધુ વૈવિધ્યસભર બની છે. આ પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યા પણ ૧૯૧થી વધી વિક્રમી ૨૦૮ની થઈ છે. લેબર પાર્ટીએ ભારતીય મૂળના ૧૪ અને ટોરી પાર્ટીએ ૧૩ ઉમેદવાર પસંદ કર્યા હતા, જેમાંથી કુલ ૧૨નો વિજય થયો હતો.

લેબર પાર્ટીની શીખ મહિલા ઉમેદવાર પ્રીત કોરને બર્મિંગહામ એજબસ્ટન બેઠક પરથી વિજય હાંસલ થયો હતો. તેમણે ૨૪,૧૨૪ મત મેળવ્યાં હતાં અને શાસક ટોરી પાર્ટીના ઉમેદવાર કેરોલીન સ્ક્વાયરને ૬,૯૧૭ મતથી હરાવ્યાં હતાં. વિજય પછી પ્રીત કોરે જણાવ્યું હતું કે,‘મારો જન્મ અને ઉછેર થયો છે તે એજબસ્ટનની સાંસદ બનવાની તક મને અપાયાથી હું ઘણી ખુશ છું. હું એજબસ્ટનના લોકો સાથે સંવાદ રચીશ અને સખત મહેનત, જુસ્સા અને નિર્ધારથી આપણે સાથે મળીને ઘણી મહાન બાબતો હાંસલ કરી શકીશું તેની મને આશા છે.’ શીખ ફેડરેશન યુકેએ નિવેદનમાં જણાવ્યું હતું કે જીતી શકાય તેવી બેઠકો પર લડવા શીખોને તક આપવાનું શ્રેય લેબર પાર્ટીને જાય છે. લેબર પાર્ટીએ હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં શીખ પ્રતિનિધિત્વ દેખાય તે તરફ ધ્યાન આપવું જોઈએ.’

રેસ ઈક્વલિટી ચેરિટી રનીમીડ ટ્રસ્ટના ડિરેક્ટર ઓમર ખાને કહ્યું હતું કે અશ્વેત અને વંશીય લઘુમતી સાંસદોની સંખ્યામાં વૃદ્ધિ સારી છે. યુધ્ધ પછી પ્રથમ BAME સાંસદ ચૂંટાયાના ૩૦ વર્ષ પછી આપણે આગળ વધ્યા છીએ પરંતુ, ૧૦૦ BAME સાંસદ ચૂંટાય તો લગભગ પ્રતિનિધિયુક્ત પાર્લામેન્ટ ગણી શકાય.’ ઊંચી BAME વસ્તી ધરાવતી કેન્સિંગ્ટન, ક્રોયડન સેન્ટ્રલ અને એન્ફિલ્ડ સાઉથગેટ સહિતની ઘણી બેઠકો ટોરીના હાથમાંથી સરકી લેબરના ફાળે ગઈ છે. 

બ્રિટનના રાજકારણમાં શીખ કોમ્યુનિટીનો પ્રભાવ વધ્યો

• તનમનજીત સિંહ ધેસી અને પ્રિત કૌર ગિલનો વિજય યુકેના રાજકારણમાં શીખ સમુદાયના વધતા પ્રભાવને દર્શાવે છે.

• અગાઉની પાર્લામેન્ટમાં ભારતીય મૂળના ૧૦ સાંસદ હતા. જેમાં ૫ લેબર પાર્ટી અને ૫ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર હતા. આ વખતની ચૂંટણીમાં પણ આ ૧૦ સાંસદોએ તેમનું પદ જાળવી રાખ્યું છે.

• મહત્વપૂર્ણ છે કે ભારતીય મૂળના ૫૦ ઉમેદવારોને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

• ઉલ્લેખનીય છે કે, થેરેસા મેએ સાત અઠવાડિયા પહેલા મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં હતાં.

ધેસી અને ગિલ સિવાય ભારતીય મૂળનું કોણ જીત્યું, કોણ હાર્યું?

• ધેસી અને ગિલ બંને વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ છે.

• ધેસી સ્લાઉની બેઠક પર વિજેતા બન્યા છે જ્યારે ગિલ બર્મિંગહામ, એજબાસ્ટનથી જીત્યા છે.

• પાઘડીધારી અન્ય શીખ ઉમેદવાર ટેલફર્ડના કુલદિપ સહોતાનો ૭૨૦ મતે પરાજય થયો છે.

• ગોવા મૂળના લેબર નેતા કીથ વાઝ લેસ્ટર ઈસ્ટ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. ૧૯૮૭થી આ બેઠક પર વિજય મેળવવાની પરંપરા તેમણે જાળવી રાખી છે.

• તેમની બહેન અને લેબર ઉમેદવાર વૈલેરી વાઝે પણ પોતાની વોલસોલ સાઉથની બેઠક જાળવી રાખી છે.

થેરેસા મેના સહયોગી એવા ભારતીય મૂળના ઉમેદવારોનો શું થયો હાલ?

• થેરેસા મે સરકારમાં મિનિસ્ટર ફોર એશિયાની જવાબદારી સંભાળતા આલોક શર્માએ પોતાની રેડિંગ વેસ્ટની બેઠક જાળવી રાખી છે.

• જ્યારે વૂલ્વરહેમ્પટન સાઉથ વેસ્ટ બેઠક પર પોલ ઉપ્પલનો પરાજય થયો છે.

• ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે વિથામની તથા રિશી સુણાકે રિચમંડ યોર્કશાયરની પોતાની બેઠક સરળતાપૂર્વક જાળવી રાખી છે.

• શૈલેષ વારા કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટની બેઠક પર ફરી વિજેતા બન્યા છે.

• કન્ઝર્વેટિવ ઉમેદવાર અને ગોવા મૂળના સુએલા ફર્નાન્ડિઝ પોતાની ફેરહામ બેઠક પર ફરી ચૂંટાયા છે.

• જ્યારે રેશમ કોટેચાએ પોતાની કોવેન્ટ્રી નોર્થ વેસ્ટ બેઠક ગુમાવી દીધી છે.

• કન્ઝર્વેટિવમાં રાઇઝિંગ સ્ટાર મનાતા અમિત જોગીયાનો બ્રેન્ટ નોર્થ બેઠક પર ગાર્ડનર સામે પરાજય થયો છે.

• હેરો ઈસ્ટ બેઠક પર લેબર પાર્ટીના નવીન શાહનો કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન સામે પરાજય થયો છે. ગાર્ડનર અને બ્લેકમેનની હાઉસ ઓફ કોમન્સમાં ભારતીયો તરફ કૂણું વલણ ધરાવતા સાંસદો તરીકે ગણના થાય છે.

ભારતીય મૂળના અન્ય ઉમેદવારોએ પોતાની બેઠક જાળવી રાખી કે ગુમાવી?

• ઇલેક્શન કેમ્પેન દરમિયાન ચર્ચામાં રહેલા વિરેન્દ્ર શર્માએ પોતાની ઈલિંગ, સાઉથોલ બેઠક જાળવી રાખી છે.

• નીરજ પાટિલ પટની બેઠક પર એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિસ ગ્રિનીંગ સામે હારી ગયા છે.

• લેબર પાર્ટીના લિસા નાન્દીએ પોતાની વિગન બેઠક પર ફરી વિજય મેળવ્યો છે.

• રોહિત દાસગુપ્તા (લેબર) જંગી તફાવતથી હેમ્પશાયર ઈસ્ટ બેઠક પર હારી ગયા છે.

• સીમા મલ્હોત્રાએ (લેબર) પોતાની ફેલ્ધામ એન્ડ હેસ્ટન બેઠક આસાનીથી જાળવી રાખી છે. 

લેબર પાર્ટીના વિજયી ભારતીય ઉમેદવારો

ઉમેદવાર           બેઠક               પ્રાપ્ત મત સરસાઈ

પ્રીત કૌર          એજબસ્ટન           ૬,૯૧૭

તનમનજિતસિંહ      સ્લાઉ            ૧૬,૯૯૮

કિથ વાઝ            લેસ્ટર ઇસ્ટ        ૩૫,૧૧૬

વૈલેરી વાઝ       વાલસાલ સાઉથ    ૨૫,૨૮૬

લિઝા નાંદી       વિગન                  ૨૯.૫૭૫

સીમા મલ્હોત્રા       ફેલ્ધમ અને હેસ્ટન        ૩૨,૪૬૨

વીરેન્દ્ર શર્મા        ઇલિંગ સાઉથોલ          ૩૧,૭૨૦

કન્ઝર્વેટિવ પક્ષના વિજયી ભારતીય ઉમેદવારો

પ્રીતિ પટેલ            વિથામ              ૧૮,૬૪૬

આલોક શર્મા             રીડિંગ વેસ્ટ         ૨,૮૭૬

શૈલેશ વારા           કેમ્બ્રિજશાયર નોર્થવેસ્ટ ૧૮,૦૦૮

રિશી સુણાક             રિચમંડ              ૨૩,૧૦૮

સુએલા ફર્નાન્ડિઝ         ફેરહામ            ૧,૫૫૫


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter