ભારતીયો દ્વારા સ્કિલ્ડ વર્ક વિઝાની અરજીઓમાં ચાર ટકાનો ઘટાડો

Tuesday 29th August 2017 05:04 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સરકાર દ્વારા દેશના વિઝા નિયમોને કડક કરવા વચ્ચે હોમ ઓફિસના રિપોર્ટ અનુસાર આ વર્ષે બ્રિટનમાં રહીને કામ કરવા માગતા કુશળ ભારતીયો તરફથી કરવામાં આવતી સ્કિલ્ડ વર્ક વિઝા અરજીઓમાં ચાર ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

ચાલુ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં ૨૯,૮૦૦ ભારતીય સ્પોન્સર વિઝા અરજીઓ મળી છે. આ માટે સરકારની નવી અને કડક વિઝા નીતિને જવાબદાર માનવામાં આવી રહી છે. થેરેસા મે સરકારે દેશમાં વસાહતીઓની સંખ્યામાં ઘટાડો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ નવી નીતિ તૈયાર કરી છે.

હોમ ઓફિસના જણાવ્યા મુજબ જૂન ૨૦૧૭ના રોજ પૂરા થયેલા વર્ષના અંતે ભારતીય નાગરિકો તરફથી આવેલી સ્પોન્સર્ડ વિઝા અરજીની સંખ્યા ૨૯,૮૦૦ (૫૪ ટકા) હતી. આ પછી, બીજા સ્થાને ૫,૬૮૬ અરજી (કુલ અરજીના ૧૦ ટકા) સાથે અમેરિકનો રહ્યા હતા. આમ, જૂન ૨૦૧૭ના રોજ સમાપ્ત વર્ષમાં ભારતીયો તરફથી મળેલી સ્પોન્સર્ડ વિઝા અરજીઓમાં ચાર ટકા જેટલો, જ્યારે અમેરિકનો તરફથી મળેલી અરજીમાં ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter