ભાવિક હરિયાનું ભજનોને જીવંત રાખવાનું અભિયાનઃ £૧૫,૦૦૦ એકત્ર

Tuesday 25th August 2020 12:09 EDT
 
 

લંડનઃ ભજનોને જીવંત રાખવાના લંડનસ્થિત ગાયક ભાવિક હરિયાના અભિયાનમાં ક્રાઉડફંડિગ દ્વારા માત્ર ૧૪ દિવસમાં £૧૫,૦૦૦ એકત્ર થયા હતા. પરંપરાગત ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંગીતનું મિશ્રણ કરીને ૭ ટ્રેક ફ્યુઝન ભજન આલ્બમ બનાવવા માટે આ અભિયાન હાથ ધરાયું હતું. ભજનો, બોલિવુડ ગીતો અને ગઝલો એકસમાન ઉત્સાહ સાથે ગાવા માટે ભાવિક જાણીતા છે. તેઓ વિશ્વના ઘણાં દેશો ફર્યા છે અને ૫૦થી ૪૦,૦૦૦ દર્શકો સમક્ષ જાહેર તેમજ ખાનગી કાર્યક્રમોમાં તેમણે પરફોર્મ કર્યું છે.

લોકડાઉનના ત્રણ મહિના દરમિયાન વિશ્વભરના લોકો તેમજ પ્રાઈવેટ કોમ્યુનિટીઝ માટે તેમણે સંખ્યાબંધ વર્ચ્યુઅલ કોન્સર્ટ રજૂ કર્યા હતા. ભાવિક દુનિયાના તમામ ખૂણાના લોકોને એકસાથે લાવ્યા છે તેનાથી સોશિયલ ફેમિલીનું નિર્માણ થયું છે.

ભાવિકના ધાર્મિક ભજનોમાં મહામારી પછીના વિશ્વના લોકોને ફરી સામાન્ય બનાવવાની અને લોકોને શાંતિ મળે તેમાં મદદરૂપ થવાની તાકાત છે. આ ભજનો ફક્ત ધાર્મિક લોકો માટે જ નથી. તેમના સમર્થકોને બદલામાં તેમની સહી કરેલી સીડીથી લઈને હાથબનાવટની ટોટ બેગ તથા પ્રાઈવેટ પર્ફોર્મન્સિસનો લાભ મળી શકે છે.

ભાવિક જણાવ્યું હતું,‘ મેં ઘણાં વર્ષો પહેલા ગાવાનું શરૂ કર્યું ત્યારે તમામ ભજનોનો અર્થ શું થાય છે તે પણ ખબર ન હતી કારણ કે મને સમજવામાં તે બહુ અઘરા લાગતા હતા. પરંતુ, હવે હું તેનો અર્થ સમજું છું અને લોકો પર તેની કેવી અસર થાય છે તેની પણ ખબર પડે છે. આલ્બમની જાહેરાત સાથે ૨૦૨૧માં સંખ્યાબંધ લોંચ કોન્સર્ટસનું ભાવિકનું આયોજન છે. તેના દ્વારા ભારત, આફ્રિકા અને નેપાળના પછાત બાળકોને ભણવામાં અને સશક્ત બનાવવામાં કાર્યરત યુકે સ્થિત ચેરિટી CAREducation ટ્રસ્ટ સહિત ઘણી ચેરિટીઝને સહાય અપાશે.

આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડના એરિયા ડિરેક્ટર સાઉથ ઈસ્ટ હેડલી સ્વેઈને જણાવ્યું હતું કે ભારતની આ અદભૂત કળા અને વિરાસતને સમકાલીન દર્શકો સુધી લાવવામાં અને સમકલીન કળા સાથે તેનું મિશ્રણ કરવામાં આનંદ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter