ભૂલી જવા જેવો અને યાદ કરવા જેવો ઇતિહાસ

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Wednesday 19th April 2023 05:59 EDT
 
 

ઇતિહાસમાં શું શીખવાડવું જોઈએ તેની ચર્ચા આજકાલ ચાલે છે. કેટલાકની ચીલાચાલુ દલીલ એવી છે કે ઇતિહાસ એટ્લે ઇતિહાસ. તેનું બધુ ભણાવવું જોઈએ. બીજી દલીલ એ પીએન છે કે દરેક દેશ અને સમાજનો પોતાનો ઇતિહાસ હોય છે. તેની ખૂબી, ખામી, ગૌરવ અને સ્વાભિમાનનું તેમાં મહત્વ રહે છે, નવી પેઢીને જો તે શીખવાડવામાં આવે તો તેની દેશ, સમાજ અને વ્યક્તિ વિષેની અસ્મિતા મજબૂત બને. આક્રમણકારીઓના “નામા” (બાબરનામા, અકબરનામા, ગઝનીનામા વગેરે) જ અભ્યાસક્રમમાં હોય તો શું થાય તે સમજવું હોય તો સોમનાથ પરની ચડાઈમાં મોહમ્મદ ગઝની કે વટાળ પ્ર્વૃત્તિ કરીને સામ્રાજ્ય ઊભું કરનાર મોહમ્મદ બેગડો અને અહમદશાહ કે ઔરંગઝેબ વિષેના પ્રસંશા કરતા પુસ્તકો પર્યાપ્ત છે.
મૂળ વાત એ છે કે શું આપણો પોતાનો કોઈ ઇતિહાસ નથી , જે સ્વદેશ, સ્વાભિમાન. સ્વરાજ્ય, સિદ્ધિ તરફ દોરી જાય? છે. આંશિક રીતે હશે પણ સંપૂર્ણ રીતે તેને નવી પેઢી સમક્ષ મૂકવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. તેના કારણો ઘણા છે અને સૌથી મોટું કારણ આક્રમણો, સત્તા અને સામ્રાજ્યને લીધે પેદા થયેલી ખતરનાક માનસિક ગુલામી છે. 1857 નું નામ લેવાય તો તેને રાજા મહારાજા અને સૈનિકોનું “ફીતુર” ગણાવવામાં આવે, બ્રિટિશ સેનાપતિઓએ લખેલો ઇતિહાસ માથે ઠોકી બેસાડવામાં આવે જેમાં નાનસાહેબ પેશવા, ઝાંસી રાણી લક્ષ્મીબાઇ અને બહાદુરશાહ ઝફર વિષે અનાપસનાપ લખવામાં આવે. ઝાંસી રાણી ચરિત્રહીન હતી, એક અંગ્રેજના પ્રેમમાં હતી, પતિને મારી નખાવ્યો એવે આઠ જેટલી નવલકથા બ્રિટિશ લેખકોએ લખી હતી. નાનાસાહેબ, કારણ કે મહાન યોદ્ધા હતો, તેને માટે અત્યાચારી હતો, એવા આક્ષેપો કરાયા, વર્ષો સુધી આપણી શાળા, કોલેજો અને વિદ્વાનોના વ્યાખ્યાનોમાં એજ વાત કહેવાતી રહી. અરે, જુલે વર્ન જેવા જગતખ્યાત લેખકે નાનાસાહેબ માટે “ડેમોન ઓફ કાનપુર” લેખ અને પુસ્તક લખ્યું! ગુજરાત પાઠ્ય પુસ્તકના લેખકોને હજુ એ સૂઝયું નથી કે વિદ્યાર્થીઓને નાનાસાહેબ અંતિમ સમયમાં શિહોર રહ્યા હતા, તેના અવશેષો પણ અસ્તિત્વમાં છે અને મહારાષ્ટ્ર સરકારે નિયુક્ત કરી હતી. તે 1954માં શિહોર આવીને દસ્તાવેજી પત્રો અને નિવેદનો એક્ટર કરીને અહેવાલ તૈયાર કર્યો હતો. સ્વામિ દયાનંદ તરીકે 20 ડિસેમ્બર, 1858 થી 29 જુલાઈ 1903, એટલેકે અંતિમ સમય સુધી રહ્યા તેમણે મળવા 1892માં ભાવનગર મહારાજાના સુચનથી સ્વામિ વિવેકાનંદ તેમને મળવા ગયા હતા. સત્તાવનના ફાંસી કે ગોળીથી મરનારા સામાન્ય લોકો(સામન્તો કે રાજાઓ નહિ, ભીલ, કોળી, વાઘેર, ખેડૂત, બ્રાહ્મણ, સૈનિકો વગેરે )ના સ્થાનો ઠેરઠેર છે. નવ વિપ્લવીઓ તો આંદામાન જેલમાં મોકલી દેવાયા તે ત્યાંજ મૃત્યુ પામ્યા. સત્તાવન પછી રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો તો ગુલામીનું ખતપત્ર હતો, ખરો સ્વાતંત્ર્ય ઢંઢેરો તો અવધની બેગમોએ બહાર પાડ્યો હતો.
આવા અસંખ્ય ઉદાહરણો ગુજરાત સહિત અન્યત્ર, તેનો ઇતિહાસ લખાવો અને ભણાવવો જોઈએ કે નહિ?આ સવાલના સંદર્ભે એક રસપ્રદ -અને બેશક ચોંકાવી મૂકે તેવી માહિતી- સરદાર ભગતસિંહ અને બલિદાનીઓની છે. આપણે સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની ત્રિપુટીના ફાંસીના તખતે ઝળહળતા બલિદાનથી તો પરિચિત છીએ. હમણાં માર્ચમાં ગુજરાતમાં વિરાંજલિ સાંસ્કૃતિક કાર્યક્રમની ઘણી જાહેરાતો થઈ. ચાલો, થોડુક તો ભૂલતા ઇતિહાસ પ્રત્યે ધ્યાન અપાયું એમ લાગ્યું, પણ શું આ પૂરતું છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter