લંડનઃ હોસ્પિટલની કમ્પ્યુટર સિસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો હોવાના દાવા સાથે ફરજમાંથી દૂર કરાયેલા ૮૮ વર્ષીય NHS સેક્રેટરી એઈલિન જોલી ઉંમરને લીધે ભેદભાવ માટે માલિક વિરુદ્ધ કેસ કરનારી સૌથી વૃદ્ધ વ્યક્તિ બની હતી.
રેડિંગની રોયલ બર્કશાયર હોસ્પિટલમાં ફરજ બજાવતી જોલી પેશન્ટની માહિતી કમ્પ્યુટરમાં અપલોડ કરી ન શકી હોવાનો આક્ષેપ કરીને તેના બોસે તેની હકાલપટ્ટી કરી હતી. જોલીની દલીલ છે કે તેને સિસ્ટમના ઉપયોગની પૂરતી ટ્રેનિંગ અપાઈ ન હતી તેને લીધે ભૂલ થઈ હતી અને બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરીને મુશ્કેલી પડી હતી.


