આ પ્રેરણાદાયી પુસ્તકના પ્રકાશન અને અમારી સ્ટોરીઝને સહુ સુધી પહોંચાડવાની તક આપવા બદલ આપનો આભાર.મારી તાજેતરની રજાઓના ગાળામાં સોનેરી સ્મૃતિ ગ્રંથનો મોટો ભાગ વાંચી લીધો અને ખરેખર ઘણી મઝા આવી. ખાલી ખિસ્સે યુકે આવેલા અને ભારે પરિશ્રમ થકી સફળ જીવન અને બિઝનેસીસનું નિર્માણ કરનારા પરિવારોની હિંમતથી હું વિચલિત થઈ ગઈ હતી.
મને જૂની પેઢીની કથાઓ ખરેખર સ્પર્શી ગઈ, જેઓ પોતાની યુવાનીમાં ભારત છોડી યુગાન્ડા પહોંચ્યા, નવી ભાષાઓ શીખ્યા, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, આ પછી ઈદી અમીન દ્વારા હકાલપટ્ટી કરાયાના પગલે યુકે આવી નવેસરથી જીવનનો આરંભ કરવો પડ્યો. તેમની શક્તિ અને મક્કમતા ખરે જ કાબિલેતારીફ છે.
શ્રી સીબી ભાઈ વિશે વાંચવાનું પણ ઘણું ગમ્યું. તેમણે કેવી રીતે ગુજરાત સમાચારની શરૂઆત કરી, વાચકોને તેમની માતૃભાષા સાથે સંપર્કમાં આવવાની તક આપી તે જાણ્યું. તેમની સમર્પિતતા અને અટકાયતનો સામનો કરવો પડ્યો, આ બધું જ પ્રેરણાદાયી છે.
પૂજાની કથા પણ અલગ તરી આવે છે. તેમની માતાનો અનુભવ ભારતમાં ઘણી મહિલાઓએ સામનો કરવો પડ્યો હતો તેની વરવી અને પીડાદાયી વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. તેમની યાત્રા વિશે વાંચવાનું હૃદયને સ્પર્શી ગયું છે.
આટલી શક્તિશાળી કથાઓનું જતન કરવા બદલ આપનો પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ.
કાર્ડિફ

