મનોજ માલદે રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટી (RHS)ના એમ્બેસેડર બન્યા

10 નવા એમ્બેસેડર્સની નિમણૂંક કરાઈ

Wednesday 08th June 2022 02:52 EDT
 
 

લંડનઃ રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટી (RHS)એ મનોજ માલદે સહિત 10 નવા એમ્બેસેડર્સની નિમણૂંક કરી છે. જાણીતા લેન્ડસ્કેપ ડિઝાઈનર, લેખક, વક્તા અને RHS જજ માલદે હવે ઇન્ક્લુસિવિટી એમ્બેસેડર તરીકે RHSનું વ્યાપ વધારવા અને બધા માટે વધુ સુલભ બનવામાં મદદ કરશે. માલદે કેન્યામાં ગુજરાતી ઓશવાલ સમાજમાં જન્મેલા છે. તેમણે 2017માં ચેલ્સી ફ્લાવર શો ડિઝાઇન કર્યો હતો.

દસ નવા રાજદૂતોમાં નિકી ચેપમેન, તૈશાન હૈડન સ્મિથ, જો વેઈ, અરિત એન્ડરસન, સિમોન લિસેટ, માર્ક ગ્રેગરી, સુ કેન્ટ, કેટ બ્રેડબરી, જેમ્સ એલેક્ઝાન્ડર-સિંકલેરનો સમાવેશ થાય છે. RHSના પ્રમુખ કીથ વીડના જણાવ્યા મુજબ, આ એમ્બેસેડર્સ અમારી પહોંચ ફેલાવવા, નવા વિચારો શેર કરવા અને વધુ લોકોને બાગકામ અને છોડ ઉગાડવામાં મદદ કરવા માટે અમારા વર્તમાન એમ્બેસેડર્સ સાથે જોડાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter