મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ માટે અક્ષય તૃતીયાએ સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ

Wednesday 06th May 2026 06:56 EDT
 
 

વિશ્વમાં પાંચમા ક્રમના સૌથી મોટા જ્વેલરી રીટેઈલર તેમજ જવાબદારી અને ભરોસાના પર્યાય સમાન મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ માટે અક્ષય તૃતીયા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપનારી બની રહી હતી. ભારતમાં 71 ટકા અને અન્ય ઈન્ટરનેશનલ માર્કેટ્સમાં 22 ટકાની વૃદ્ધિ સાથે અક્ષય તૃતીયાના દિવસે 282 મિલિયન ડોલરના કુલ વેચાણ સાથે ગત વર્ષની સરખામણીએ 53 ટકાની વેચાણવૃદ્ધિ જોવા મળી હતી જ્યારે ડાયમન્ડ અને કિંમતી રત્નોની જ્વેલરીના વેચાણમાં 45 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

મલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્માદે પરફોર્મન્સ પર ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે,‘અમારા કસ્ટમર્સ માટે અક્ષય તૃતીયા નોંધપાત્ર પ્રસંગ બની રહે છે અને આ વર્ષનું પરફોર્મન્સ ગ્રાહકોની માગની તાકાત અને ઊંડાઈનું પ્રતિબિંબ પાડે છે. ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આશરે 53 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ વૃદ્ધિ પાછળ ગ્રાહકોએ અમારા પર એક જવાબદાર જ્વેલર તરીકે મૂકેલો વિશ્વાસ કારણભૂત છે.’ અક્ષય તૃતીયાના દિવસે કંપનીએ બજારમાં 125000થી વધુ કસ્ટમર્સને સંભાળ્યા હતા. લગ્નસરાની ખરીદી તેમજ યુવા અને પ્રથમ વારના ખરીદારોનો પણ સપોર્ટ સાંપડ્યો હતો.

કંપનીના ઉત્પાદન આધારિત સરસાઈના સપોર્ટ થકી વિકાસની ગતિ બજારના વ્યાપક ટ્રેન્ડ્સને આંબી ગઈ હતી. કંપનીનું એકીકૃત મોડેલ ગુણવત્તાના સાતત્યને જાળવી રાખવા સાથે સ્પર્ધાત્મક કિંમતોએ ડિઝાઈનની ડિલિવરી પુરી પાડી શકે છે. ડિઝાઈન પોઝિશનિંગ અને બજારોમાં ગ્રાહકની પસંદગીને આનાથી સપોર્ટ મળે છે તેમજ વધતી જતી માગની સામે પ્રતિસાદ આપવાનું શક્ય બને છે. કંપની વધુ આગળ વધતી જાય છે તેમ તેનું ફોકસ પારદર્શિતા, ક્વોલિટી અને જવાબદાર બિઝનેસ રીતરસમો સાથે ગ્રાહકનો વિશ્વાસ જાળવી રાખવા, તેના ઉત્પાદનનો પોર્ટફોલીઓ વિસ્તારવા પર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter