મળેલા નાણાં પોલીસને સોંપવા બદલ પ્રશંસા

Wednesday 20th November 2019 02:30 EST
 
 

લંડનઃ ડરહામ કાઉન્ટીમાં આવેલા બ્લેકહોલ કોલિયરી ગામની ખાણ બંધ થઈ જતાં ગામના લોકોને આર્થિક રીતે ભારે નુક્સાન વેઠવું પડ્યું હતું. જોકે, તાજેતરમાં જ ૨૦ પાઉન્ડની નોટોવાળા ૨૦૦૦ પાઉન્ડના બંડલો મળી આવતા તેમનું નસીબ પલટાયું હોય તેવું લાગે છે. આ નોટો ૨૦૧૪ના ગાળાથી ગામની આસપાસ ફેંકી દેવાઈ હતી. ગ્રામજનોએ આવા લગભગ ૧૨થી વધુ બંડલો પોલીસને સોંપી દીધા હતા. પોલીસે પ્રમાણિકતા બદલ તેમની પ્રશંસા કરી હતી.

ડિટેક્ટિવ કોન્સ્ટેબલ જહોન ફોર્સ્ટરે જે લોકોએ નાણાં પાછા આપ્યા હતા તેમની એમ કહીને પ્રશંસા કરી હતી કે પહેલા તો તેઓ જે વ્યક્તિએ આ નાણાં ગુમાવ્યા હતા તેને પાછા આપવા માગતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter