લંડનઃરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ ડે ઓફ નોન-વાયેલેન્સ’ તરીકે મનાવાય છે.
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ગુરુવાર 2 ઓકિટેબર 2025ના રોજ સવારે 10.00 કલાકે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન લંડન WC1H 9EU ખાતે ગાંધી જયંતીની ઊજવણી કરવામાં આવશે, જેમાં ઉપસ્થિત રહેવા સહુને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રખાયો છે. આમંત્રિત મહાનુભાવો સંક્ષિપ્ત સંબોધનો કરશે તે પછી મહાત્મા ગાંધીને પ્રિય ભક્તિભાવના ભજનો રજૂ કરવામાં આવનાર છે.