લંડનઃ બ્રિટિશ મહિલાએ એક વેબસાઇટ પર જાહેરાત આપી છે કે, તેને તેના માટે નિર્ણય લેનાર એક વ્યક્તિ જોઇએ છે. આ કામ માટે તેને મહિનાના ૨૦૦૦ પાઉન્ડ(લગભગ ૧ લાખ ૮૫ હજાર) મળશે. જે વ્યક્તિની આ માટે નિયુક્તિ કરવામાં આવશે તે મેસેજ અથવા ફોન કોલ મારફતે મારાં અંગે નિર્ણય લઇ શકે છે.
વેબસાઇટ પર આપવામાં આવેલી જાહેરાતમાં મહિલાએ જણાવ્યું હતું કે, તે બ્રિટનના બ્રિસ્ટલમાં રહે છે. ગત વર્ષોમાં તેમનાં પ્રેમ સંબંધિત અને આર્થિક નિર્ણયો સફળ રહ્યા ન હોવાથી કોઇ સમજુ વ્યક્તિ તેના માટે નિર્ણય લે તેવી તેની ઈચ્છા છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને સલાહ આપનાર વ્યક્તિ આધ્યાત્મિકતા ક્ષેત્ર સાથે જોડાયેલી હોવી જોઇએ. તેને કોઇપણ બહારના વ્યક્તિના માર્ગદર્શનની જરૂર છે કારણકે તે પોતાના અંગે કોઇ યોગ્ય નિર્ણય લઇ શકતી નથી. જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, હાયર કરવામાં આવેલા વ્યક્તિ પર મહિલાનો સંપૂર્ણ રીતે નિયંત્રણ હશે. તે કોઇપણ સમયે કોઇપણ મુદ્દે નિર્ણય માંગી શકે છે.

