મહિલાઓ પર જાતીય હુમલાઓ બદલ મિનિ-કેબ ડ્રાઈવરને સજા

Wednesday 19th July 2017 07:06 EDT
 
 

લંડનઃ એકલવાયી મહિલા પર જાતીય હુમલા કરનારા મિનિ-કેબ ડ્રાઈવર જાહિર હુસૈનને સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે ૧૦ જુલાઈએ બળાત્કાર, જાતીય હુમલા૧૨ વર્ષના કારાવાસની સજા ફરમાવી હતી. જાહિરે ૧૫ મેની સુનાવણી સમયે ગુનાઓની કબૂલાત કરી હતી.

હુસૈને ત્રણ મહિલા પર જાતીય હુમલા કર્યા હતા. તેણે પ્રથમ હુમલો ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ના દિવસે તેમજઅન્ય બે હુમલા બીજી ડિસેમ્બર ૨૦૧૬ની વહેલી સવારના ગાળામાં કર્યા હતા. મિનિ-કેબ ડ્રાઈવર તરીકે કામગીરી માટે તેની નોંધણી કરાઈ હતી પરંતુ, તેણે આ સ્ત્રીઓ પર જાતીય હુમલા કર્યા ત્યારે તે ખરેખર કામ કરતો ન હતો. તેણે મિનિ-કેબમાં સુઈ ગયેલી મહિલાના વસ્ત્રો ફાડી નાખી તેના પર જાતીય હુમલા કર્યા હતા.

ડિસેમ્બરમાં એક જ દિવસે બે સ્ત્રી પરના જાતીય હુમલા પછી હુસૈનની નંબર પ્લેટની ઓળખ થઈ હતી અને ત્રીજી ડિસેમ્બરે તેની ધરપકડ કરાઈ હતી. ફોરેન્સિક પુરાવાઓએ તેને ઓક્ટોબરના જાતીય હુમલા સાથે પણ સાંકળ્યો હતો અને તેની સામે વધુ આરોપ લાગ્યા હતા. તેને કુલ ૧૫ વર્ષ અને છ મહિનાની સજા કરાઈ હતી, જે ગુનાની કબૂલાત પછી ૧૨ વર્ષની થઈ હતી. આ ઉપરાંત, તેને આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં રાખવાનો અને ડ્રાઈવર તરીકે કાર્ય કરવા અને ખાનગી વાહનમાં પણ પરિવારની સભ્ય ન હોય તેવી એકલવાયી સ્ત્રી સાથે પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter