લંડનઃ સોમવાર ૨૨મેની ગોઝારી રાત્રે પોપગાયિકા આરિયાના ગ્રાન્ડના કોન્સર્ટમાં સંગીતની મોજ લોકો માટે મોતનો સંદેશો લઈને આવી હતી. માન્ચેસ્ટર અરીનામાં સલમાન આબેદી દ્વારા કરાયેલા વિસ્ફોટમાં ૨૨ લોકોનાં મોત થયાં હતા, જેમના નામ સત્તાવાળા દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. મૃતકોમાં પ્રથમ વખત કોન્સર્ટ માણવા આવેલા ટીનેજર્સ, કોન્સર્ટ પછી સંતાનોને સલામત ઘેર લઈ જવા આવેલા પેરન્ટ્સ તેમજ બે મહિલા પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. સૌથી નાની વયની મૃતક બાળા સાફી-રોઝ રુસોમાત્ર આઠ વર્ષની હતી.
• કોર્ટની બોયલ, ૧૯ વર્ષ
• ફિલિપ ટ્રોન, ૩૨ વર્ષ
• વેન્ડી ફાવેલ, ૫૦ વર્ષ
• એલિન મેક્આઈવર, ૪૩ વર્ષ ઓફ ડ્યુટી પોલીસ ઓફિસર
• ઈલિથ મેક્લિઓડ, ૧૪ વર્ષ
• ચોલ રુથરફોર્ડ, ૧૭ વર્ષ
• લીઆમ કરી, ૧૯ વર્ષ
• સોરેલ લેઝ્કોવસ્કી, ૧૪ વર્ષ
• નેલ જોન્સ, ૧૪ વર્ષ
• માર્ટીન હેટ્ટ, ૨૯ વર્ષ
• મિશેલ કિસ, ૪૫ વર્ષ
• જેન ટ્વેડલ, ૫૧ વર્ષ
• માર્સિન ક્લિસ, ૪૨ વર્ષ
• એન્જેલિકા ક્લિસ, ૩૯ વર્ષ
• કેલી બ્ર્યુસ્ટર, ૩૨ વર્ષ
• ઓલિવિયા કેમ્પબેલ, ૧૫ વર્ષ
• જ્હોન એટ્કિન્સન, ૨૬ વર્ષ
• એલિસન હોવ, ૪૫ વર્ષ
• લિઝા લીસ, ૪૭ વર્ષ
• સાફી-રોઝ રુસો, ૮ વર્ષ
• જ્યોર્જિના બેથાની કાલાન્ડેર, ૧૮ વર્ષ
• મેગન હર્લી, ૧૫ વર્ષ


