માન્ચેસ્ટરઃ વિશ્વપ્રસિદ્ધ બ્રિજવોટર હોલ, માન્ચેસ્ટરની 30મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી ગ્રાન્ડ દિવાળી લાઈટ્સ કોન્સર્ટ સાથે થઈ હતી. નવા રાગા સિમ્ફની ઈન્ડિયન ઓરકેસ્ટ્રાના સ્થાપક અને ઈવેન્ટના આર્ટિસ્ટિક ડાયરેક્ટર ડો. રાકેશ જોશી દ્વારા કોન્સર્ટ લોન્ચ કરાયું હતું. ઈવેન્ટમાં યુકેના પ્રસંશાપાત્ર ભારતીય વયસ્ક કોઈર ભારતીય વૃંદ ગાન (BVG), શિવા ઈન્ડિયન યુથ કોઈર અને હાલે યુથ કોઈર દ્વારા દિવાળીની ભાવનાને સુસંગત ખાસ તૈયાર કરાયેલા ભારતીય વૃંદગાન પરફોર્મ કરાયા હતા.
ઈવેન્ટમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતકારોના ઈનોવેટિવ સહયોગમાં વાયોલિન, સિતાર, મોહનવીણા, વાંસળી, સેલો, તબલા, બાસ ક્લેરિનેટ, પરક્યુસન અને હાર્મોનિયમ સહિતના વાદ્યોથી પરંપરાગત રાગ આધારિત કમ્પોઝિસન્સ પ્રસ્તુત કરાયાં હતાં. કોન્સર્ટમાં રજૂ કરાયેલા તમામ ઓરકેસ્ટ્રલ અને કોરલ કમ્પોઝિસન્સની રચના ડો. રાકેશ જોશી દ્વારા કરાઈ હતી. પ્રોગ્રામમાં રામાયણ આધારિત અને ભરતનાટ્યમ મૂળ સાથેના નૃત્ય પરફોર્મન્સીસને રાગા સિમ્ફની ઓરકેસ્ટ્રાનો સાથ સાંપડ્યો હતો.
સાંજના માનવંતા મહેમાન માન્ચેસ્ટરસ્થિત ભારતીય કોન્સલ જનરલ વિશાખા યદુવંશી IFS દ્વારા દીપપ્રાગ્ટ્ય સાથે ઉજવણીનું ઉદ્ઘાટન કરાયું હતુ. તેમણે નોર્થવેસ્ટ ઈંગ્લેન્ડમાં વસતી ભારતીય અને તમામ કોમ્યુનિટીઓને દિવાળીનો સંદેશો પાઠવ્યો હતો. ભારતના સમૃદ્ધ કળામય વારસાની ઉજવણીમાં 700થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. ગ્રાન્ડ દિવાળી લાઈટ્સ કોન્સર્ટનું આયોજન BVT ટ્રસ્ટ કરાયું હતું, જેને માન્ચેસ્ટરના ભારતીય કોન્સ્યુલેટ જનરલ, ધ હાલે અને સમગ્ર નોર્થવેસ્ટના ભારતીય કોમ્યુનિટી સેન્ટર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. ગ્રાન્ડ દિવાળી લાઈટ્સ કોન્સર્ટની સફળતાને પગલે રાગા સિમ્ફની અને ભારતીય વૃંદ ગાન દ્વારા 2027માં યુકે અને ભારતમાં પ્રેરણાદાયી પરફોર્મન્સીસ આપવાની તૈયારી થઈ રહી છે.


