ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાનો આરંભ વહેલો થયો

સુરેશ અને ભાવના પટેલ Wednesday 26th June 2024 06:36 EDT
 
 

નોર્ધર્ન હેમીસ્ફીઅર એટલે કે ઉત્તર ગોળાર્ધમાં જૂન 20, 2024 ઉનાળાનો પ્રથમ દિવસ હતો જે 228 વર્ષ અથવા તો જ્ર્યોર્જ વોશિંગ્ટન પ્રમુખ હતા તે વર્ષ1796 પછી સૌથી વહેલો આવ્યો છે. એ તો આ વર્ષ કરતાં પણ વહેલો હતો. ગત ગુરુવારનો ઉનાળો વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટુંકી રાતનો હતો. મને 60ના દાયકાની મધ્યમાં ગુજરાતના ગામડા આણંદમાં નિહાળેલી અમેરિકન એપિક વોર ફિલ્મ – ધ લોન્ગેસ્ટ ડે (1962) નું સ્મરણ થઈ આવે છે. આ યુદ્ધફિલ્મ કોર્નેલિયસ રાયન્સની 1959ની આ જ નામની નોન-ફિક્શન બુક પર પર આધારિત હતી જે જૂન 6, 1944માં નોરમન્ડીમાં ડી-ડે લેન્ડિંગ સંબંધિત હતી. ગુજરાતના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ (S.P.) યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટી ડીગ્રી હાંસલ કર્યાની ખુશીમાં મિત્રો સાથે થીએટરમાં આ ફિલ્મ નિહાળી હતી.

કેનેડાના મારખમમાં ઉનાળાનો પ્રથમ દિવસ જૂન 21, 2024 ભારે વાદળિયો, વરસાદિયો અને સૂસવાટાભેર પવન સાથેનો હતો. આ જ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ હતો જેની જાહેરાત યુનાઈટેડ નેશન્સ દ્વારા રેઝોલ્યુશન 69/131 થકી 11 ડિસેમ્બર 2014ના રોજ કરવામાં આવી હતી. આ દિવસ ઈન્ટરનેશનલ મ્યુઝિક ડેનો પણ હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય-થીમ ‘યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ હતો.

અમારું ઘર ભારે ઉત્સાહ, આનંદપૂર્ણ અને ખુશીથી ઉભરાઈ ગયું હતું જ્યારે ઈંગ્લેન્ડના હેરોસ્થિત અમારી ભત્રીજી યોગિની પટેલ સંચાલિત સંસ્કાર હોમ નર્સરી- જ્યાં મૂલ્યોનો આરંભ થાય છેના બાળકોની યોગ કરતી તસવીરો મોકલી હતી. યોગિની તેની નર્સરીમાં નાના બાળકોને કુમળી વયથી જ યોગ શીખવે છે. આ તસવીરો નિહાળી અમારા અંતરમાં જે લાગણીઓ ઉભરાઈ તેનું વર્ણન શબ્દોથી કરી શકાય તેમ નથી. તેને મન અને હૃદયમાં જ અનુભવી શકાય. અમારા માટે તો તે મંદિરમાં જઈ બાળ યોગેશ્વર ભગવાનના ‘દર્શન’ કરવા સમાન જ હતું.

સુરેશ અને ભાવના પટેલ

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter