લંડનઃ વિશ્વમાં સૌથી મોટી પાંચમા ક્રમની જ્વેલરી રીટેઈલર અને ભારતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અગ્રેસર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા ભારત અને ઝામ્બીઆમાં ભારે સફળતાના પગલે આફ્રિકા ખંડમાં વિકાસના તબક્કારૂપે ઈથિયોપિઆમાં હંગર ફ્રી વર્લ્ડ ઈનિશિયેટિવની જાહેરાત કરવામાં આવી હતી. દુબઈમાં માલાબાર ઈન્ટરનેશનલ હબ, દુબઈ ગોલ્ડ સૌક ખાતે આયોજિત ઈવેનટમાં માલાબાર ગ્રૂપના વાઈસ ચેરમેન અબ્દુલ સલામ K.Pએ ઈથિયોપિયાના કોન્સલ જનરલ આસ્મેલશ બેકેલેને લેટર ઓફ ઈન્ટેન્ટ સુપરત કર્યો હતો. હંગર ફ્રી વર્લ્ડ ઈનિશિયેટિવ હેઠળ હાલ વિશ્વના 170 સ્થળોએ દરરોજ 85,000થી વધુ મીલ્સ પૂરાં પડાય છે. ઝામ્બીઆમાં મે 2024થી ત્રણ શાળાઓમાં 90,000થી વધુ મીલ્સ પૂરાં પડાયા છે.
માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદે જણાવ્યું હતું કે,‘ માલાબાર ગ્રૂપ દ્વારા હિમાયત કરાયેલો હંગર ફ્રી વર્લ્ડ પ્રોગ્રામ તેના ESG ઈનિશિયેટિવ્ઝ હેઠળ સૌથી અર્થસભર ઈનિશિયેટિવ છે જેના મારફત લાખો જીંદગીઓને પોઝિટીવ અસર પહોંચી છે. ઈથિયોપિયાની સરકાર સાથે ભાગીદારીમાં ગ્રૂપ દ્વારા આગામી બે વર્ષમાં 864,000 યુએસ ડોલરનું રોકાણ કરાશે. 2026ના અંત સુધીમાં દરરોજ 10,000 બાળકોને ભોજન આપવાનું અને શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું લક્ષ્ય છે.’
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના વાઈસ ચેરમેન અબ્દુલ સલામ K.Pએ જણાવ્યું હતું કે,‘ અહેમદે હંગર ફ્રી વર્લ્ડ ઈનિશિયેટિવ દ્વારા અમે જોયું છે કે રોજિંદા પોષણયુક્ત આહારથી વ્યક્તિગત જીંદગીઓને નહિ, પરંતુ સમગ્ર કોમ્યુનિટીઝને રૂપાંતરિત કરી શકાય છે. ઈથિયોપિઆમાં આ પ્રોગ્રામના વિસ્તરણ થકી સમગ્ર વિશ્વમાં ભૂખનાબૂદી અને શૈક્ષણિક સમાનતા સ્થાપવા તરફનું કદમ આગળ વધાર્યું છે. અમે જેમને સૌથી વધુ જરૂર છે તેવાં બાળકો અનેપરિવારોની જીંદગીઓમાં ટકાઉ તફાવત સર્જવા માટે પ્રતિબદ્ધ છીએ.’
અમારી સ્થાપના સાથે જ કોમ્યુનિટીનું ઉત્થાન અમારી બ્રાન્ડના DNAનો અવિભાજ્ય હિસ્સો રહ્યો છે.’
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના MD- ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શામલાલ અહમદે જણાવ્યું હતું કે,‘ તમામ બાળકોના તેજસ્વી ભવિષ્યનો પાયો નાખવા પોષણયુક્ત યોરાક અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણની આવશ્યકતાની મજબૂત માન્યતા સાથે હંગર ફ્રી વર્લ્ડ ઈનિશિયેટિવનું ઈથિયોપિયામાં વિસ્તરણ કરાયું છે. આ પ્રોગ્રામના પ્રાથમિક તબક્કામાં ઓરોમિઆ વિસ્તારના એડામા સિટીસ્થિતની 5 શાળાને આવરી લેવાશે જ્યાં આશરે 11,000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ઈથિયોપિયામાં ઉપરાંત, સ્કોલરશિપ્સ, મેન્ટરશિપ્સ પ્રોગ્રામ્સ, ડિજિટલ લિટરસી, લાઈબ્રેરી વિકાસ સહિત અન્ય કાર્યક્રમોનો સમાવેશ પણ કરાશે.’
હંગર ફ્રી વર્લ્ડ પ્રોગ્રામ યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs), વિશેષતઃ ઝીરો હંગર, ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, લૈંગિક સમાનતા અને પાર્ટનરશિપ ફોર ગોલ્સ સાથે સુસંગત છે. ઈથિયોપિયામાં પ્રોજેક્ટ પેરન્ટ્સ, શિક્ષકો અને સ્થાનિક ઓથોરિટીને સાંકળતા તેમજ સ્થાનિક શાળાઓ, સપ્લાયર્સ અને સ્ટેકહોલ્ડર્સ સાથે મળી રોજગારના સર્જન અને સ્થાનિક માલિકીનો સમુદાય કેન્દ્રિત અભિગમ ધરાવશે.
ભારતીય બિઝનેસ કોંગ્લોમેરેટ માલાબાર ગ્રૂપની મુખ્ય કંપની માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સની સ્થાપના 1993માં થઈ હતી. વાર્ષિક 7.36 બિલિયન ડોલરના ટર્નઓવર સાથે કંપની વિશ્વમાં પાંચમા મક્રમની સૌથી મોટી જ્વેલરી રીટેઈલર છે અને 14 દેશમાં 410થી વધુ શોરૂમ્સ ઉપરાંત, ભારત, મિડલ ઈસ્ટ, ફાર ઈસ્ટ, યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ સહિત 26 દેશોમાં 27,500થી વધુ પ્રોફેશનલ્સ, સંખ્યાબંધ ઓફિસીસ, ડિઝાઈન સેન્ટર્સ, હોલસેલ યુનિટ્સ અને ફેક્ટરીઝ ધરાવે છે. ગ્રૂપની સ્થાપના સમયથી જ એન્વિરોનમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ- ESGને પ્રાધાન્ય અપાય છે. માલાબાર ગ્રૂપના ESG ચાવીરૂપ ફોકસ ક્ષેત્રમાં હેલ્થ, હાઉસિંગ, હંગર ફ્રી વર્લ્ડ, એજ્યુકેશન, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણનો સમાવેશ થાય છે. ગ્રૂપ તેની કામગીરીના દેશમાં આવા ઈનિશિયેટિવ પાછળ તેના નફાના 5 ટકાનું યોગદાન આપે છે.


