વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સનો મલેશિયામાં આ 9મો શોરૂમ છે. શોરૂમનું ઉદ્ઘાટન સેલાન્ગોર શાહી પરિવારના સભ્ય યાંગ મુલીઆ ટેંગકુ દાતો’ ડો. હિસામુદ્દીન ઝાઈઝી બિન Y.A.M. ટેંગકુ બેન્દાહારા અઝમાન શાહ અલહજ, યાંગ બેરબાહાગીઆ દાતિન હેઝેઈટાબ્ટે મોહમ્મદ હાફીઝ તેમજ દેશની મિનિસ્ટ્રીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ દાતુક બેહરીઆના હાથે કરાયું હતું. આ પ્રસંગે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના મેનેજિંગ ડાયરેક્ટર શામલાલ અહેમદ, રીજિયોનલ હેડ અજિથ મુરાલી, કન્ટ્રી હેડ નિજિશ પારાયિલ તથા મેનેજમેન્ટના વરિષ્ઠ સભ્યો, કસ્ટમર્સ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમાદ, વાઈસ ચેરમેન અબ્દુસ સલામ કે.પી. દ્વારા નવા જ્વેલરી શોરૂમ, ગ્રૂપના મૂલ્યો અને ગ્રાહકો પ્રત્યે કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો.


