મૃત બાળકોના પેરન્ટ્સને ભૂલથી પત્રો લખ્યા

Wednesday 29th August 2018 03:27 EDT
 

લંડનઃ માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા લગભગ ૧૦૦ જેટલા મૃત્યુ પામેલા બાળકોના પેરન્ટ્સને સ્કૂલમાં પ્રવેશની સમજ આપતા પત્રો મોકલવામાં આવ્યા હતા. આ ભૂલ ધ્યાનમાં આવ્યા પછી કાઉન્સિલે પેરન્ટ્સની માફી માગી હતી.

૨૦ ઓગસ્ટના આ પત્રમાં સ્કૂલમાં પ્રવેશ માટે વિચારણાના હેતુસર બાળકોની ૧૫મી જાન્યુઆરી સુધીમાં નોંધણી કરાવવા પેરન્ટ્સને સૂચના અપાઈ હતી. કાઉન્સિલની આ ભૂલને લીધે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter