મેક્સ એરક્રેશમાં બોઈંગ દ્વારા પ્રવાસીદીઠ £૧ મિલિ.નું વળતર

Wednesday 02nd October 2019 03:55 EDT
 

લંડનઃ ગયા ઓક્ટોબરમાં ૭૩૭ મેક્સ એરલાઈનર તૂટી પડતાં પેસેન્જરોના મૃત્યુ બાદ થયેલાં કેસીસની પ્રથમ પતાવટમાં પેસેન્જર દીઠ ૧ મિલિયન પાઉન્ડ (૧.૨ મિલિયન ડોલર) ચૂકવવા માટે બોઈંગ સંમત થયું હતું. ૧૭ ક્લેઈમની પહેલી બેચમાં કંપનીએ ૧૧ દાવામાં સમાધાન કર્યું હતું. એરક્રેશની બે ઘટનામાં પ્રથમ ઈન્ડોનેશિયામાં લાયન દુર્ઘટનામાં ૩૪૬ પ્રવાસી માર્યા ગયા પછી વિશ્વભરમાં ૭૩૭ મેક્સ એરક્રાફ્ટ સેવા સ્થગિત કરાઈ હતી.

પરિવારો વતી રજૂઆતકર્તા શિકાગોના વકીલ ફ્લોઈડ વિસ્નરે જણાવ્યું હતું કે બોઈંગે આ ડિલમાં જવાબદારી સ્વીકારી ન હતી. ૧.૨ મિલિયન ડોલરનું વળતર જે પેસેન્જરનું કોઈ આશ્રિત ન હોય તેમના માટે છે જ્યારે પરીણિત અને બાળકો હોય તેવા પેસેન્જરોને ૨થી ૩ મિલિયન ડોલરની રકમ ચૂકવાશે.

લાયન એર ક્રેશ દુર્ઘટનામાં શિકાગોની યુએસ ફેડરલ કોર્ટમાં બોઈંગ સામે ૫૫ કાનૂની કેસ થયેલા છે. બે વિમાન દુર્ઘટના માટે કંપનીએ ૮૧.૫ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચૂકવવાની થશે. બીજી દુર્ઘટના ગત માર્ચમાં એડિસ અબાબામાં ઈથિયોપિયન એરલાઈન્સનું જેટ વિમાન તૂટી પડવાની છે.

લાયન એર પ્લેનમાં મોટાભાગના પ્રવાસી ઈન્ડોનેશિયન નાગરિકો હતા. ઈન્ડોનેશિયામાં સામાન્યપણે અકસ્માતનું વળતર ખૂબ ઓછું હોય છે. ઈથિયોપિયન જેટમાં ૩૫ દેશના પ્રવાસીમાંથી નવ અમેરિકન હતા.

અકસ્માતને પગલે ૭૩૭ મેક્સનું ઉડ્ડયન બંધ કરાતા બિઝનેસ ગુમાવનારી એરલાઈન્સ તરફથી પણ વળતરની માગણીઓનો બોઈંગ સામનો કરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter