મેજર એસ્ટેટ્સ દ્વારા લેન્ડલોર્ડ્સ ઈવેન્ટ યોજાયો

Wednesday 06th May 2026 07:15 EDT
 
ડાબેથી-- રાહુલ મહેતા, અમિત ખગ્રામ, પ્રફુલા કોટેચા, કીર્તિ શાહ, મિનેશ સોનછત્રા, નીલ સોનછત્રા, સાધના મહેતા, દિનેશ સોનછત્રા (સ્થાપક ડાયરેક્ટર), મેહુલ સોનછત્રા, ભાગુ સૂચક, અતુલ રાયચુરા, સંદીપ તમાકુવાલા, સુષ્મા ખગ્રામ, નિઆમ, પ્રિયાંક પટેલ અને અમનદીપ ધાલીવાલ (ફોટોગ્રાફ – નીતેશ ઠકરાર)તસવીરમાં નલિની ઈનામદાર, કલ્પના પટેલ અને સંકેત નરેન્દ્રકુમારનો સમાવેશ થયો નથી.
 

લંડનઃ હેરોસ્થિત અગ્રણી એસ્ટેટ એજન્સી મેજર એસ્ટેટ્સ દ્વારા એપ્રિલ મહિનામાં લોહાણા ધામેચા સેન્ટર ખાતે આગામી રેન્ટર્સ રાઈટ્સ એક્ટ સુધારાઓ સંદર્ભે વ્યવહારુ માર્ગદર્શન આપવા લેન્ડલોર્ડ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં 500થી વધુ મકાનમાલિકો ઉપસ્થિત રહ્યા હતા, જે સ્થાનિક પ્રોપર્ટી માર્કેટમાં 700થી વધુ પ્રોપર્ટીને મેનેજ કરતી કંપનીની વધતી હાજરી સ્પષ્ટ કરે છે.

રેન્ટર્સ રાઈટ્સ એક્ટ ભાડાના માળખા, ભાડૂતના રક્ષણ અને મકાનમાલિકની જવાબદારીઓ બાબતે નિયંત્રક ફેરફારો સહિત પ્રાઈવેટ રેન્ટલ સેક્ટરમાં નોંધપાત્ર સુધારાઓ દાખલ કરશે. કોમ્પ્લાયન્સ કન્સલ્ટન્ટ ભાગુ સૂચક દ્વારા નવા લેજિસ્લેશનની અસરો વિશે નિષ્ણાત સમજ અપાઈ હતી.

મેજર એસ્ટેટ્સના સ્થાપક અને પ્રિન્સિપાલ ડાયરેક્ટર દિનેશ સોનછત્રાએ નિયંત્રક વાતાવરણમાં માહિતગાર રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે,‘અમારું લક્ષ્ય આપણા મકાનમાલિકો આત્મવિશ્વાસી અને તૈયાર રહે તેની ચોકસાઈ રાખવાનું છે.’ ફેલો ડાયરેક્ટર નીલ સોનછત્રાએ ઉમેર્યું હતું કે,‘ આ ફેરફારો રેન્ટલ લેન્ડસ્કેપને નવો આકાર આપશે અને પ્રોપર્ટીમાલિકો નવા માળખા હેઠળ તેમની જવાબદારીઓ અને તકોને બરાબર સમજે તે મહત્ત્વનું છે.’ તેમણે ફેરફારો અને મેનેજમેન્ટ પ્રોસેસને સરળ બનાવવા થકી મનકાનમાલિકોના ટ્રાન્ઝીશનમાં મદદરૂપ થવા એસ્ટેટ એજન્ટ્સ કેવી ભૂમિકા ભજવી શકે તેની પણ ચર્ચા કરી હતી. કંપનીની લેટિંગ ટીમના વડા સંદીપ તમાકુવાલાએ રેન્ટ ગેરન્ટી સર્વિસીસનું મહત્ત્વ સમજાવી એજન્સી દ્વારા ઓફર કરાતા વિવિધ સપોર્ટ વિશે જણાવ્યું હતું.

આ ઈવેન્ટમાં ઉપસ્થિત રહેલા લોર્ડ ડોલર પોપટે લેજિસ્લેટિવ ફેરફારો સંદર્ભે પોતાના પરિપ્રેક્ષ્યને સમજાવ્યું હતું. મેજર એસ્ટેટ્સ સ્થાનિક રેન્ટલ સેક્ટરમાં મકાનમાલિકોને સપોર્ટ કરવા અને ઊંચા માપદંડો જાળવી રાખવાની પ્રતિબદ્ધતા સાથે ભવિષ્યમાં માહિતીપ્રદ ઈવેન્ટ્સ યોજવાનું આયોજન ધરાવે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter