મોટા ભાગના બ્રિટિશર્સ વસિયતમાં પરિવાર માટે કશું રાખી જતાં નથી

Wednesday 17th April 2019 02:25 EDT
 
 

લંડનઃ મોટા ભાગના બ્રિટિશર્સ મૃત્યુ પામે ત્યારે તેમના વિલ-વસિયતમાં પરિવાર માટે કશું છોડી જતાં નથી. દસમાંથી છ બ્રિટિશર મૃત્યુ પામે છે ત્યારે તેમની પાસે ૫,૦૦૦ પાઉન્ડથી ઓછી રકમ હોય છે અને તેમાંથી મોટા ભાગની રકમ તો ફ્યુનરલ પાછળ વપરાઈ જાય છે. ઈંગ્લેન્ડમાં ગત ૧૦૦ વર્ષથી વધુ સમયમાં ૬૦ મિલિયન વસિયતોના રેકોર્ડ્સમાંથી આ તારણો બહાર આવ્યાં છે. પરિવારો માટે નોંધપાત્ર સંપત્તિ છોડી જનારાની સંખ્યા ૧૯૫૦થી ૨૦૧૬ના ગાળામાં ૪૦ ટકાની આસપાસ જ રહી છે.

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડો.નીલ ક્યુમિન્સ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર બેબી-બૂમર્સમાં મકાનમાલિકીમાં વધારો થયો છે છતાં, તેમના સંતાનોને આ વારસામાં મળતું નથી. કદાચ આની પાછળ મોર્ગેજ તેમજ અન્ય દેવાં કારણભૂત હોઈ શકે છે. ડો. ક્યુમિન્સ એમ પણ કહે છે કે પ્રોપર્ટીની તેજીનાં લાભાર્થી મધ્યમવર્ગીય લોકોમાંતી ઘણાં હજું જીવતાં છે. સરેરાશ અંગ્રેજ વ્યક્તિ પાસે મૃત્યુ સમયે વધારાની સંપતિ ઘણી ઓછી રહેતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એસ્ટેટ ઉપર કાનૂની અધિકાર આપતાં પ્રોબેટ મેળવવા પરિવારોએ ભરવી પડતી ફીમાં ભારે વધારો કરાયાનો આક્ષેપ પણ મિનિસ્ટર્સ પર કરાઈ રહ્યો છે. હાલ ૨૧૫ પાઉન્ડની નિશ્ચિત ફી છે, જે એસ્ટેટના મૂલ્ય અનુસાર વધશે. આશરે ૨૮૦,૦૦૦ પરિવારોએ વર્ષે વધુ રકમ ચુકવવાની આવશે, જેમાંથી ૫૬,૦૦૦ પરિવારે બે મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની એસ્ટેટ પર લઘુતમ ૨૫૦૦ પાઉન્ડથી મહત્તમ ૬૦૦૦ પાઉન્ડ વચ્ચેની રકમ ચુકવવાની થશે. ૫૦,૦૦૦ પાઉન્ડથી ઓછાં મૂલ્યની એસ્ટેટ પર કોઈ ફી લાગુ પડશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter