મોટી વયની મહિલાઓેમાં વધુ એબોર્શન

Wednesday 19th June 2019 03:02 EDT
 

લંડનઃ મોટી વયની મહિલાઓ દ્વારા કરાવાતા એબોર્શનમાં વધારો થવાને લીધે ગર્ભપાતની સંખ્યા વિક્રમ સ્તરે પહોંચી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતી ૨૦૦,૬૦૮ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો હતો, જે ૨૦૧૭ની સંખ્યામાં ચાર ટકાનો વધારો દર્શાવે છે. ૫૬ ટકા જેટલી મહિલાઓને ઓછામાં ઓછું એક બાળક છે અથવા તો અગાઉ મૃત હાલતમાં બાળક જન્મ્યું હતું. ૨૦૦૮માં આ સંખ્યા ૪૮ ટકા હતી.

આ સમયગાળામાં મોટી વયની મહિલાઓમાં એબોર્શનનું પ્રમાણ વધ્યું હતું. જોકે, ૧૮થી નીચેની વયની છોકરીઓમાં તેનું પ્રમાણ ઘટ્યું હતું. બ્રિટિશ પ્રેગનન્સી એડવાઈઝરી સર્વિસ દ્વારા જણાવાયું હતું કે જે મહિલાઓ માતા છે તેમના એબોર્શનમાં નોંધાયેલો વધારો થોડા અંશે ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ અને બે બાળકો સુધી યુનિવર્સલ ક્રેડિટ સંબંધિત બેનિફિટ સિસ્ટમમાં ફેરફારને લીધે હોઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter