યહ બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મો કા સંગમ હૈ...

Sunday 14th November 2021 04:59 EST
 
 

હૃદયને સ્પર્શી જતી આ તસવીર કોઇની પણ આંખો ભીની કરી દે તેવી છે. મિડલ્સબરોના ટોલ્સબી હોલ કેર હોમમાં રહેતાં ૮૭ વર્ષીય જોએસ બેલ અને તેમના ૮૯ વર્ષના પતિ જ્યોર્જના ૧૦૦ દિવસ પછીના પુનર્મિલનની  આ તસવીર છે. ૬૬ વર્ષના લગ્નજીવનમાં આ દંપતી પહેલી વખત આટલા બધા દિવસ અલગ રહ્યાા હતા. કોરોના બીમારી તેમજ અન્ય શારીરિક સમસ્યાઓના કારણે તેમને જુદી જુદી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોએસને થાપાનું હાડકું ભાંગી જતાં સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા તો જ્યોર્જને વય સંબંધિત બીમારીની સારવાર માટે જેમ્સ કૂક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જુદાઇના આ દિવસો દરમિયાન પણ બન્નેને પોતાના કરતાં એકમેકની ચિંતા વધુ હતી. અને જ્યારે ટોલ્સબી કેર હોમમાં તેઓ ફરી મળ્યા ત્યારે જ્યોર્જે જીવનસંગિનીનો હાથ પકડીને વચન આપતાં કહ્યું હતું કે હવે આપણે ક્યારેય વિખૂટા નહીં પડીએ. તો જોએસે પણ જ્યોર્જનો હાથ મજબૂતીથી પકડી લઇને તેની વાતમાં સંમતિ પૂરાવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter