હાઉસ ઓફ લોર્ડ્સમાં મંગળવાર 9 ડિસેમ્બરે યુએન વર્લ્ડ મેડિટેશન ડે 2025 નિમિત્તે ઉચ્ચસ્તરીય પ્રી-ઈવેન્ટનું આયોજન સંસ્કૃતિ સેન્ટર ઓફ કલ્ચરલ એક્સેલન્સના સહયોગ સાથે કરવામાં આવ્યું હતું. બ્રહ્માકુમારીઝના અધિક વહિવટી વડા સિસ્ટર જયંતિની હાજરી સાથેના આ પ્રી-ઈવેન્ટનું યજમાનપદ લોર્ડ રાવલ OBEએ સંભાળ્યું હતું. હાઈ લેવલ ઈવેન્ટમાં સાંસદો, લોર્ડ્સ, ડિપ્લોમેટ્સ, વરિષ્ઠ જાહેર પદાધિકારીઓ અને સિવિલ સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહના અંકમાં પ્રસિદ્ધ કરાશે)


