લંડનઃ સ્ફેરૂલ ફાઉન્ડેશનના સ્થાપક ડો. ગીતા બોરાને તેમના સખાવતી કાર્યો માટે લંડન ચેમ્બર ઓફ કોમર્સ અને યુકેની સંસદ દ્વારા સન્માનિત કરાયા છે. ડો. ગીતા બોરાની સમાજ સેવા અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમનું સન્માન કરાયું છે. સિલિકોન વેલીમાં આઇટી ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી છતાં ડો બોરાને લાગતું હતું કે, તેમણે સામાજિક ક્ષેત્રે કામ કરવું જોઇએ. તેથી તેમણે અસંખ્ય લોકોના જીવન બદલી નાખનાર મિશન માટે કોર્પોરેટ વિશ્વને અલવિદા કહી દીધી હતી.
2017માં ડો. બોરાએ સ્ફેરૂલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા ભારતભરમાં હજારો લોકો માટે આશાનું કિરણ લઇને આવી હતી. યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ્સ ગોલ્સ સાથે સંકળાઇને આ સંસ્થાએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પર્યાવરણ માટે કામ કર્યું છે.


