યુકેના આશરે ૭.૮ મિલિયન લોકોએ માંસરહિત લાઈફસ્ટાઈલ અપનાવી

Wednesday 21st July 2021 04:56 EDT
 
 

લંડનઃ યુકેની વસ્તીના ૧૨ ટકા લોકોએ હાલ માંસરહિત લાઈફસ્ટાઈલ અપનાવી છે. આંકડો ઓછો લાગે પરંતુ, લગભગ ૭.૮ મિલિયન લોકો વેગન ડાયેટની આવી જીવનશૈલી જીવી રહ્યાં છે. આંકડાઓ એમ પણ કહે છે. જનરેશન X (૧૪ ટકા), મિલેનિયલ્સ (૧૫ ટકા) અને જનરેશન Z (૧૪ ટકા) લોકો માંસરહિત લાઈફસ્ટાઈલ અપનાવવાની શક્યતા છે અને ટુંક સમયમાં આ બાબત સામાન્ય બની જશે. આ પેઢીઓ સાથે કુલ ૫.૮ મિલિયન લોકો માંસ ખાવાનું છોડી દેશે.

વિદ્યાર્થીઓને રહેઠાણ પુરુ પાડનારી સંસ્થા યુનિહોમ્સના સંશોધન અનુસાર વિદ્યાર્થીઓ માંસરહિત ક્રાંતિની આગેવાની સંભાળે તેવી શક્યતા છે. યુકેના ૮૬ ટકા વયસ્કો પરંપરાગત રીતે માંસ ખાનારા છે જેમાંથી માત્ર ૬૪ ટકા વિદ્યાર્થીઓએ આવા આહારની પસંદગી જણાવી હતી. વિદ્યાર્થીઓમાં ૧૮ ટકા ફ્લેક્સીટેરિયન્સ હતા એટલે કે પ્રસંગોપાત માંસ કે માછલી ખાઈ લેતા હતા, ૮ ટકા સંપૂર્ણ શાકાહારી, ૬ ટકા પેસ્કાટેરિયન્સ (માંસ નહિ પરંતુ, માછલી ખાનારા) અને ૩ ટકા વેગન હતા.

બીજી તરફ, આહારની અન્ય શૈલીઓની સરખામણીએ વેગન ડાયેટનો સરેરાશ માસિક ખર્ચ વધી જાય છે. આમ છતાં, PETA અનુસાર યુકેમાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી તેમજ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ શ્રેષ્ઠ વેગનફ્રેન્ડલી શિક્ષણસંસ્થાઓ છે. લંડનમાં આઠ, સાઉથ ઈસ્ટમાં સાત અને સાઉથ વેસ્ટમાં ૪ વેગનફ્રેન્ડલી યુનિવર્સિટીઓ આવેલી છે.

આરોગ્ય માટે જાગૃત વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગીની વાત કરીએ તો યુનિવર્સિટી ઓફ નોટિંગહામ પ્રથમ ક્રમે આવે છે. આપછી, એડિનબરા, યોર્ક, ગ્લાસગો અને બ્રિસ્ટોલ યુનિવર્સિટીઓનું સ્થાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter