યુકેના ચાર રાષ્ટ્રમાં કેવાં નિયંત્રણો છે?

Sunday 25th October 2020 13:37 EDT
 

લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમના ચાર દેશ- ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કોવિડ-૧૯ રોગચાળાને સંબંધિત અલગ અલગ નિયંત્રણો જાહેર કરાયેલા છે.

ઈંગ્લેન્ડઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૨ ઓક્ટોબરથી થ્રી-ટિયરના લોકડાઉન નિયંત્રણો દાખલ કર્યા છે•  સમગ્ર યુકેમાં ૧૨ સપ્ટેમ્બરથી છ વ્યક્તિ કરતા વધુ લોકોનું ગ્રૂપ મળી ન શકે તેમજ ૨૪ સપ્ટેમ્બરથી પબ્સમાં રાતના ૧૦ વાગ્યાથી કરફ્યૂ લગાવી દેવાયો હતો.• મોટા ભાગના ઈંગ્લેન્ડમાં ટિયર-૧ હેઠળ આ નિયમો અમલી છે • ટિયર-૨માં લંડન, એસેક્સનો કેટલોક વિસ્તાર, નોર્થ વેસ્ટમાં વેસ્ટ યોર્કશાયરમાં અને મિડલેન્ડ્સના કેટલાક વિસ્તાર છે • ટિયર-૨ નિયંત્રણોમાં  લોકોને પોતાના ઘર કે બાયો બબલની બહાર કોઈની સાથે મેળમિલાપ પર પ્રતિબંધ છે • ટિયર-૩માં સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર, સાઉથ યોર્કશાયર અને મર્સીસાઈડના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે • રવિવારની સવારથી સ્ટોક-ઓન-ટ્રેન્ટ, કોવેન્ટ્રી અને સ્લાઉને ટિયર-૩માં મૂકી દેવાશે • રેસ્ટોરાં સિવાય પબ્સ અને બાર બંધ રહેશે.

વેલ્સઃ શુક્રવાર ૨૩ ઓક્ટોબરથી વેલ્સમાં સર્કિટ બ્રેકર નિયંત્રણો અમલમાં આવ્યાં છે. • નિયંત્રણો ઓછામાં ઓછાં સોમવાર ૯ નવેમ્બર સુધી અમલમાં રહેશે. • યુકેમાં ૧૨ સપ્ટેમ્બરથી નવા કોવિડ-૧૯ નિયંત્રણો (રુલ ઓફ સિક્સ અને રાતના ૧૦ વાગ્યાથી કરફ્યૂ) અમલમાં આવ્યા હતા પરંતુ, વેલ્સમાં બાળકોનો ૬ વ્યક્તિના જૂથમાં સમાવેશ કરાતો નથી • રાતના ૧૦ વાગ્યાથી આલ્કોહોલના વેચાણ પર પ્રતિબંધ છે.

સ્કોટલેન્ડઃ • ૨૫ સપ્ટેમ્બરથી ઘરોમાં સામાજિક મેળમિલાપ પર પ્રતિબંધ લગાવાયો છે • ઘરની બહાર રુલ ઓફ સિક્સનો અમલ પરંતુ, ૧૨ વર્ષથી નીચેના બાળકો આ મર્યાદામાંથી બહાર રખાયા છે.• છ અલગ પરિવારના ૧૨-૧૭ વયજૂથના બાળકો ઘરની બહાર છ જેટલા ગ્રૂપ્સમાં મળી શકશે પરંતુ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક • ૯ ઓક્ટોબરે સેન્ટ્રલ બેલ્ટના પાંચ વિસ્તારો- ગ્રેટર ગ્લાસગો એન્ડ ક્લાઈડ, લેનાર્કશાયર, આયરશાયર એન્ડ આરાન, લોથિઆન અને ફોર્થ વેલીમાં ૧૬ દિવસ માટે પબ્સ બંધ કરવાનો આદેશ કરાયો હતો. • આ વિસ્તારોમાં સ્નૂકર અને પૂલ હોલ્સ, ઈનડોર બોલિંગ એલીઝ, કેસિનો અને બિન્ગો હોલ્સ પણ બંધ કરાયા હતા. • સ્કોટલેન્ડના અન્ય વિસ્તારોમાં સવારના ૬થી સાંજના ૬ સુધી ઈનડોર સર્વિસ અને આઉટડોર સર્વિસ રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રખાઈ હતી. • સ્કોટલેન્ડ ૨ નવેમ્બરથી વાઈરસ એલર્ટની પાંચ સ્તરીય સિસ્ટમ દાખલ કરશે.

નોર્ધર્ન આયર્લેન્ડઃ નોર્ધર્ન આયર્લેન્ડ હાલ ‘સર્કિટ બ્રેકર’ લોકડાઉન હેઠળ છે. ૧૬ ઓક્ટોબરે દાખલ કરાયેલા નિયંત્રણો ચાર સપ્તાહ સુધી અમલમાં રહેશે. • રેસ્ટોરાં અને પબ્સ માત્ર ટેઈકઅવે અથવા ડિલિવરીની જ ઓઓફર કરી શકશે • અનાવશ્યક પ્રવાસ નહિ કરવાની સલાહ • ૧૯ ઓક્ટોબરથી તમામ શાળાઓ બંધ છે અને ૨ નવેમ્બર સુધી ખોલાશે નહિ. • ૨૪ સપ્ટેમ્બરથી ઈંગ્લેન્ડમાં જાહેર કરાયેલા રુલ ઓફ સિક્સનો અમલ અને ઘરોમાં સામાજિક મેળમિલાપ પર પ્રતિબંધ લગાવાયો છે.

(સંપૂર્ણ નિયમો માટે સરકારી વેબસાઈટની મુલાકાત લઈ શકાશે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter