લંડનઃ ક્વિન એલિઝાબેથના જન્મદિન નિમિત્તે જાહેર કરાયેલા ૨૦૨૦ના ઓનર્સ લિસ્ટમાં સ્થાન મેળવનાર યુકે સ્થિત ભગવદ ગીતા ટીચર ધ્રુવ છત્રાલિયાને નવરાત્રિ દરમિયાન OBE એવોર્ડ અર્પણ કરાયો હતો. ક્વીનના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટનન્ટ ફોર બાર્નેટ માર્ટિન રસેલEsqના હસ્તે મેજર કેવિન ટુહી QVRM TD VRની ઉપસ્થિતિમાં તેમને આ એવોર્ડ અપાયો હતો. ધ્રુવ છત્રાલિયા વ્યવસાયે લંડનની એક કંપનીમાં મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સ લોયર છે. તેમણે હિંદુ ધર્મ પર ૨૧ પુસ્તકો લખ્યા છે. તેમણે ભગવદ ગીતા, હનુમાન ચાલીસા, રામાયણ, શ્રી સુક્તમ, શ્રીમદ ભાગવત, દેવી મહાત્મ્ય, ઉપનિષદો, વેદ યોગ અને ધ્યાન વિશે ૩૪૦ પબ્લિક ટોક આપી છે.


