યુકેની બ્લેક બ્રિટિશ ઓળખ માટે સર્વપ્રથમ પ્રોજેક્ટ BBVP લોન્ચ

Wednesday 02nd June 2021 04:57 EDT
 

લંડનઃ વ્યાપક સંશોધનના ભાગરુપે અશ્વેત બ્રિટિશ ઓળખોની ઉત્ક્રાંતિની શોધખોળ કરવા આ પ્રકારના પ્રથમ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સર્વેનું લોન્ચિંગ કરાયું છે. બ્લેક બ્રિટિશ વોઈસીસ પ્રોજેક્ટ (BBVP) યુકેના અશ્વેત લોકોને સૌપ્રથમ વખત સ્વાયતપણે પોતાની વ્યાખ્યા આપવાની તક આપશે. આ પ્રોજક્ટમાં શિક્ષણ, બિઝનેસ, આરોગ્ય અને મીડિયા સહિતના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, અશ્વેતોની નેતાગીરી હેઠળની કન્સલ્ટન્સી I-Cubed Ltd અને બ્રિટનના એક માત્ર અશ્વેત રાષ્ટ્રીય અખબાર ધ વોઈસ વચ્ચે ભાગીદારીમાં આ પ્રોજેક્ટ બ્લેક બ્રિટિશ કોમ્યુનિટીઓનું અદ્યતન ચિત્ર રજૂ કરશે. સંશોધનની આગેવાની કેમ્બ્રિજના સમાજશાસ્ત્રી અને લેખક  ડો. કેની મોનરોઝ, તથા એન્ટ્રેપ્રીન્યોર, I-Cubed Ltdના સ્થાપક અને BBVPના અગ્રદૂત ડો. મેગી સેમ્પલ OBE હસ્તક છે.

આ સર્વે સમગ્ર ઉનાળા દરમિયાન ચાલશે અને તેમાં શિક્ષણ, બિઝનેસ, આરોગ્ય અને મીડિયા સહિતના વિષયોને આવરી લેવાશે. નેશનલ સર્વેની સાથોસાથ મોનરોઝ બ્રિટિશ સમાજમાં અશ્વેત એકેડેમિક્સ, કળાકારો, બિઝનેસ અગ્રણીઓ, સેલેબ્રિટિઝ, જર્નાલિસ્ટ્સ, રાજકારણીઓ અને લેખકો સાથે સંખ્યાબંધ ઈન્ટરવ્યૂઝને આવરી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter