યુકેમાં ગ્રાહકદેવાંનો વધતો બોજ

Monday 30th October 2017 05:44 EDT
 
 

લંડનઃ યુકેમાં કન્ઝ્યુમર દેવાંનો બોજ વધી રહ્યો છે અને પરિવારોમાં ક્રેડિટ કાર્ડના કરજમાં વધારો થઈ રહ્યો છે.. સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડના કરજમાં ગયા વર્ષની સરખામણીએ ૭.૮ ટકાનો વધારો થયો હતો, જે ઓગસ્ટ મહિનામાં ૭.૩ ટકા હતું. આની સામે, વર્ષની શરુઆતથી જ બિઝનેસીસ દ્વારા લેવાતાં ઋણમાં મંદી આવી છે. યુકે ફાઈનાન્સ સંસ્થાના રિપોર્ટ અનુસાર હાઈ સ્ટ્રીટ બેન્કો દ્વારા અપાતું ક્રેડિટ કાર્ડ ધીરાણ ગયા વર્ષ કરતા ૫.૫ ટકા વધુ હતું. દરમિયાન, લેન્ડર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે બિઝનેસીસ દ્વારા લેવાતું કરજ વર્ષની શરુઆતથી મધ્યમ રહ્યું હતું.

ઉપભોક્તા ખર્ચમાં કોઈ પણ કાપની સૌથી મોટી અસરનો સામનો કરવો પડે તેમ હોવાથી હોલસેલર્સ અને રીટેઈલર્સમાં ધીરાણ લેવામાં સાવધાની વર્તાઈ રહી છે. યુકેમાં લગભગ ૩૦૦ મોટી બેન્ક્સ અને ધીરાણકારોનું પ્રતિનિધિત્વ કરતી યુકે ફાઈનાન્સના વરિષ્ઠ ઈકોનોમિસ્ટ મોહમ્મદ જામેઈ અનુસાર ફૂગાવાના વધવાથી પરિવારોના બજેટ પર દબાણ વધી રહ્યું છે, જેની અસર વપરાશી ખર્ચ પર પડે છે.

સમગ્રતયા કન્ઝ્યુમર ક્રેડિટમાં વાર્ષિક વૃદ્ધિ ૧.૪ ટકાથી વધી સપ્ટેમ્બરમાં ૧.૫ ટકા થઈ છે. ગયા વર્ષની સરખામણીએ ગ્રોસ મોર્ગેજ ધીરાણ પાંચ ટકા વધીને સપ્ટેમ્બરમાં અંદાજે ૨૧.૪ બિલિયન પાઉન્ડ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter