લંડનઃ યુનાઈટેડ કિંગ્ડમ થેરેસા મે સરકારે ૧૧ માર્ચ સોમવારે રોયલ ગુરખા રાઇફલ્સની નવી બટાલિયન બનાવવાની યોજના જાહેર કરી હતી. ત્રીજી રોયલ ગુરખા રાઇફલ્સ બટાલિયનને સરકાર દ્વારા સ્પેશિયલાઈઝ્ડ ઇનફન્ટ્રી બટાલિયન (ભૂમિદળ) સ્થાપવામાં આવશે અને એની ભરતી ચાલુ વર્ષે શરૂ કરાશે. મોટા ભાગના ગુરખા સૈનિકોની ભરતી નેપાળથી કરવામાં આવશે.
યુકેની પાંચ વિશિષ્ટ ઇન્ફ્રન્ટ્રી બટાલિયન સ્થાપવાની યોજના છે. આર્મ્ડ ફોર્સના માર્ક લેન્કેસ્ટરે જણાવ્યું હતું કે ગુરખાઓએ સદીઓથી તેમની સેવા અને બલિદાન દ્વારા દેશનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે.
ગુરખા બ્રિટિશ આર્મીનો અવિભાજ્ય હિસ્સો
ગુરખાઓ ૨૦૦ વર્ષ કરતાં વધુ વર્ષથી બ્રિટિશ સશસ્ત્ર દળોનો એક ભાગ છે. જે પ્રાથમિક તાલીમમાં ૧૦૦ ટકા પાસ થવાના દર સાથે અસાધારણ લશ્કરી યોગ્યતા ધરાવે છે. કેટલાક ગુરખા યુનિટોને બ્રિટિશ સેનાને સહાય કરવા જણાવાશે. ઉદાહરણ તરીકે યુકેની આગેવાની હેઠળની નાટો સંબંધિત રેપિડ રિએક્શન કોર્પ્સ અને વધારાની ગુરખા એન્જિનિયર અને સિગ્નલ સ્કવોડ્રનને સ્થાપિત કરાશે.


