યુકેમાં પારિવારિક નાણાસ્થિતિ વધુ નબળી પડીઃ ખર્ચામાં કાપ

Wednesday 26th August 2020 01:19 EDT
 
 

 લંડનઃ બેરોજગારીની ચિંતા વધવા સાથે યુકેમાં પારિવારિક નાણાકીય સ્થિતિ પણ વધુ નબળી પડી છે. બેરોજગારી વધવા સાથે સરેરાશ આવક ઘટી છે અને લાખો પરિવારોએ તેમના ખર્ચામાં કાપ મૂકવાની ફરજ પડી છે. હાઉસહોલ્ડ ફાઈનાન્સ ઈન્ડેક્સ IHS Markit UK લોકોમાં ઓછી નિરાશાના પરિણામે મે, જૂન અને જુલાઈ મહિનાઓમાં સ્થિરપણે વધ્યો હતો પરંતુ, ઓગસ્ટમાં અંગત નાણાસ્થિતિ બાબતે ચિંતા ઘણી વધી છે.

લોકડાઉન નિયંત્રણો હળવા કરવાના સરકારના પગલાં સાથે ટકાઉ રીકવરી થવાની આશા હતી. સારી નાણાકીય સ્થિતિ વિશે પરિવારોની સમગ્રતયા માનસિકતા દર્શાવતો ઈન્ડેક્સ જુલાઈમાં ૪૧.૫ હતો તે ઓગસ્ટમાં ઘટીને ૪૦.૮ થયો છે. ઈન્ડેક્સમાં ૫૦થી વધુનો આંક હાઉસહોલ્ડ ફાઈનાન્સીઝમાં સુધારો સૂચવે છે. ગયા મહિને ગ્રાહકોનો વિશ્વાસ દર્શાવતાં GfK બેરોમીટરમાં જણાયું હતું કે છટણીઓના વધારાની ચિંતા, ઓક્ટોબરમાં ફર્લો સ્કીમનો અંત અને હાઈ સ્ટ્રીટ શોપિંગમાં આરોગ્યને જોખમોની ચિંતા સહિતની બાબતોએ ગ્રાહકોના વિશ્વાસને નબળો પાડ્યો છે.

IHS Markit UK રિપોર્ટ અનુસાર યુકેના પરિવારોની નાણાકીય હાલતમાં ધોવાણ થયું છે અને યુકેના પરિવારો આગામી ૧૨ મહિના સુધી તેમની નાણાકીય હાલત સુધરવા બાબતે ભારે નિરાશાવાદી છે. નિયંત્રણો હળવાં થવાં છતાં, પરિવારો ઓછાં ખર્ચા કરે છે, ઓછું કમાય છે અને તેમની નોકરીઓ બાબતે અનિશ્ચિત છે. આની અસર અર્થતંત્રના સુધરવા પર પણ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter