યુકેમાં ૩૭,૦૦૦ શરણાર્થી પાછળ દૈનિક હોટેલખર્ચ £૪.૭ મિલિયન!

Wednesday 16th February 2022 05:49 EST
 
 

લંડનઃ યુકેમાં રહેતા ૩૭,૦૦૦ એસાઈલમ સીકર્સ અને શરણાર્થી માઈગ્રન્ટ્સ પાછળ હોટેલ બિલના રોજના ૧.૨ મિલિયન પાઉન્ડ ખર્ચાતા હોવાનું હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું. જોકે, હોમ ઓફિસે પાછળથી આંકડા સુધારી રોજના ૪.૭ મિલિયન પાઉન્ડ ખર્ચાતા હોવાની સ્પષ્ટતા કરી હતી. આશરે ૪,૦૦૦ અફઘાન નિર્વાસિતો માટે ઘર શોધી શકાયા છે પરંતુ, ૧૨,૦૦૦ શરણાર્થીઓને અસ્થાયી નિવાસો કે હોટેલ્સમાં રખાય છે.

હોમ સેક્રેટરી પટેલે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી લવાયેલા હજારો શરણાર્થીઓ માટે ઘર શોધવાની મથામણ ચાલી રહી છે. હોમ ઓફિસ કાયમી નિવાસ શોધવા સ્થાનિક કાઉન્સિલો સાથે કામ કરી રહી છે. એસાઈલમ સીકર્સના નિવાસ માટે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના બિલ્ડિંગ્સનો ઉપયોગ કરવાનું વિચારાઈ રહ્યું છે. યુકેમાં ૨૫,૦૦૦ એસાઈલમ સીકર્સ અને ૧૨,૦૦૦ અફઘાની શરણાર્થીઓને હોટેલમાં રખાયા છે.

હોમ ઓફિસની અધિકારી ટ્રિસિયા હેઈઝે જણાવ્યું હતું કે નવી રાજ્યાશ્રય યોજનાઓ માટે લોકલ ગવર્મેન્ટ એસોસિયેશન સાથે કામ કરાય છે. હોટેલમાં નિવાસો પાછળ રોજના ૧.૨ મિલિયન પાઉન્ડ ખર્ચાય છે. જોકે, પાછળથી હોમ ઓફિસે પાછળથી દૈનિક ખર્ચના આંકડા સુધારી રોજના ૪.૭ મિલિયન પાઉન્ડ ખર્ચાતા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, સાંસદોએ શરણાર્થીઓને હોટેલ્સમાં ખરાબ ભોજન અપાતું હોવાની અને રહેઠાણની કંડીશન્સ સારી ન હોવાની ફરિયાદો કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter