યુક્રેન માટે ફૂડ ફોર ઓલ વાન્સ 22 ડિસેમ્બરે યુકેથી રવાના થશે

યુક્રેન ક્રિસમસ મિશન 2023 માટે હરે કૃષ્ણા ભાવિકો આઠમા પ્રવાસ માટે સજ્જ

Tuesday 28th November 2023 04:32 EST
 

લંડનઃ યુક્રેન ક્રિસમસ મિશન 2023 માટે હરે કૃષ્ણા ભાવિકો સજ્જ થઈ રહ્યા છે. ક્રિસમસ મિશન ટીમ ફૂડ ફોર ઓલ માટેની વાન્સ 22 ડિસેમ્બરે બે સપ્તાહ માટે યુકેથી યુક્રેન જવા રવાના થશે. ક્રિસમસ મિશન યુક્રેનના યુદ્ધગ્રસ્ત ખેરસોન વિસ્તારના લગભગ નાશ પામેલા ગામોમાં હજુ પણ રહેતા લોકોને સપોર્ટ કરશે.

મિશન ટીમના નેતા પરસુરામે માહિતી આપતા જણાવ્યું હતું કે,‘યુક્રેનમાં જન્મેલા 10,000થી વધુ લોકો હરે કૃષ્ણા ભાવિકો છે. યુદ્ધ શરૂ થયા પછી 25 ભાવિકો યુદ્ધમાં મોતને ભેટ્યા છે. યુક્રેનના તમામ મોટા શહેરોમાં હરે કૃષ્ણા ભાવિકો યુદ્ધથી ભાગી રહેલા લોકોને પવિત્ર પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. યુકેમાં અમે જરૂરિયાતોને પૂર્ણ કરવા આવશ્યક ખોરાક અને સાધનો મેળવીને આ અમૂલ્ય સેવાને સપોર્ટ કરીએ છીએ. અમે ત્રણ વાનમાં યુકેથી રવાના થઈશું. ગત પ્રવાસોમાં એક વાનને 20થી વધુ બુલેટ્સથી કાણા પડેલા છે. આ વખતે અમે એક વર્ષ કરતાં વધુ સમયથી બેઝમેન્ટ્સમાં રહેતા યુક્રેની બાળકો માટે ક્રિસમસની સંખ્યાબંધ ભેટ લઈ જઈ રહ્યા છીએ. યુદ્ધની શરૂઆત પછી અમારો આ આઠમો પ્રવાસ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter