લંડનઃ સમગ્ર યુરોપમાં ઈમિગ્રન્ટ્સ પ્રત્યે સૌથી ઓછો પૂર્વગ્રહ ધરાવતા લોકોમાં બ્રિટિશરોનો સમાવેશ થતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. દસમાંથી એક બ્રિટિશરને જુદી જાતિ કે દેશની વ્યક્તિ પડોશી તરીકે હોય તેની સામે અણગમો છે, જ્યારે ૧૫ ટકા લોકો તેમના પડોશી તરીકે ઈમિગ્રન્ટ્સ રહેતા હોય તેવું ઈચ્છતા નથી.
અમેરિકી સંશોધકોએ જણાવ્યું હતું આ તારણો બ્રેક્ઝિટ વિશે પ્રવર્તતા હાલના વલણને પડકારે છે. તે સૂચવે છે કે બ્રિટનમાં વસતા મોટા ભાગના લોકોને ઈમિગ્રેશન સામે કોઈ વાંધો નથી.
યુરોપના બાકીના દેશોનું વલણ
પડોશી તરીકે ઈમિગ્રન્ટ ન હોય તેવું ઈચ્છતા લોકોની ટકાવારી
• એસ્ટોનિયા ૨૭ • લીથુઆનિયા ૨૪ • રોમાનિયા ૨૩
• સ્લોવાકિયા ૨૨ • બલ્ગેરિયા ૨૦ • ઓસ્ટ્રિયા ૨૦
• જર્મની ૧૮ • પોલેન્ડ ૧૭ • હંગેરી ૧૬
• ગ્રીસ ૧૬ • ઈટાલી ૧૫ • બ્રિટન ૧૫
• ફિનલેન્ડ ૧૨ •ડેન્માર્ક ૧૦ • ફ્રાન્સ ૧૦
•આયર્લેન્ડ ૧૦ •સ્પેન ૮ • સ્વીડન ૫


