યુવા ડોક્ટરો અને GP વહેલા નિવૃત્ત થતાં NHS માટે નવી કટોકટી

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ તાજેતરમાં અમલી બનેલા પેન્શનના નિયમોને લીધે NHSમાં લાંબો સમય ફરજ બજાવવાનું લાભદાયક ન જણાતા યુવા ડોક્ટરો અને GP વહેલું રિટાયરમેન્ટ લેતા હોવાથી NHSમાં નવી કટોકટી સર્જાઈ છે. તેઓ બાકીના વર્ષો અન્ય જગ્યાએ કામ કરીને વીતાવવા માગે છે. સાઉથવેસ્ટના ૪૦ ટકા ફેમિલી ડોક્ટરો પાંચ વર્ષમાં જ પેશન્ટ કેર છોડી દેવા માગતા હોય છે. આ પરિસ્થિતિ આખા દેશની છે.

NHS ની ૨૦૧૬ની સમીક્ષામાં વધુ GP ને ફરજ પર મૂકવાની તથા સ્ટાફ, ટેક્નોલોજી અને પ્રિમાઈસીસમાં ૫૦૦ મિલિયન પાઉન્ડના રોકાણ સાથે ૨૦૨૦ સુધીમાં ફંડિંગમાં વર્ષે ૨.૪ બિલિયન પાઉન્ડનો વધારો કરવાનું જણાવાયું હતું.

આમ પણ ૧૦૦ જેટલા ફૂલ ટાઈમ GP ઓછાં છે. સરકારોએ વેઈટિંગ ટાઈમ ઘટાડવા માટે હોસ્પિટલો તરફ નાણા વાળ્યા છે. ૨૦૧૧-૨૦૧૪ વચ્ચે GP એપોઈન્ટમેન્ટ્સમાં અંદાજે ૧૫ ટકા વધારો થતાં જીપી પર કામનું ભારણ ખૂબ વધી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter