લંડનઃ અમારા નવા મીટ-અપ પ્લેટફોર્મ -એશિયન બિઝનેસ લાઈવના લોન્ચિંગ સંદર્ભે અમને ઘણાં કોલ્સ અને ઈમેઈલ્સ પ્રાપ્ત થયા છે. અમારા પ્રથમ મહેમાન વક્તા અને મોટિવેટર પિકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન શ્રી યોગેશ મહેતા હતા. શ્રી કાન્તિભાઈ નાગડા MBE સાથે ફાયરસાઈડ ચેટમાં શ્રી યોગેશભાઈ મહેતાએ તેમના શરૂઆતના સંઘર્ષના દિવસો તેમજ રાખમાંથી ઊભા થઈ અમરપંખી ફીનિક્સ બનવા સુધીની યાત્રાને વાગોળી હતી. યોગેશભાઈ મહેતાએ તેમના અનુભવોને વર્ણવવા સાથે ઉપસ્થિત લોકોને પ્રેરક પ્રસંગકથાઓની મદદથી વ્યવહારુ સલાહ પૂરી પાડી હતી. આના પરિણામે, ઉપસ્થિત ઓડિયન્સને જ્ઞાન અને પ્રેરણાની અમૂલ્ય સંપત્તિનો લાભ પ્રાપ્ત થયો હતો.
આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા ઓડિયન્સ અને નહિ આવી શકેલા લોકોએ યોગેશભાઈ મહેતા અને કાન્તિભાઈ નાગડા વચ્ચે ‘ફાયરસાઈડ ચેટ’નો વિસ્તૃત અહેવાલ આપવા માટે વિનંતી કરી છે. આ વિનંતીને માન આપી અમારી ટીમ એશિયન બિઝનેસ લાઈવ ઈવેન્ટનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી રહેલ છે. આ રિપોર્ટ એન્ટ્રેપ્રીન્યોરશિપને પ્રેરિત કરવા માટે આદર્શ ડોક્યુમેન્ટ બની રહેવા સાથે એશિયન બિઝનેસ માલિકો અને સ્ટાર્ટ અપ્સ માટે સપોર્ટિવ અને પ્રેરણાદાયી નેટવર્કની રચના કરવા સજ્જ બની રહેશે.
આગામી સપ્તાહે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોની તમારી નકલ મેળવી લેવાનું ચૂકશો નહિ જેમાં તસ્વીરો સાથે બે પાનનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવનાર છે.


