રક્ષાબંધનનો ઉત્સવ ભાઈ-બહેનનાં સ્નેહ અને સુરક્ષાની ભાવનાથી પણ વિશેષ

Wednesday 26th August 2026 06:49 EDT
 
 

રક્ષાબંધનના દરેક તહેવારમાં એકસરખા લાગણીશીલ દૃશ્યોનું પુનરાવર્તન જોવા મળે છેઃ બહેન રાખડી બાંધે છે, ભાઈ તેની સુરક્ષાનું વચન આપે છે, મીઠાઈઓ વહેંચાય છે અને વિધિ પૂર્ણ થાય છે. આ દૃશ્ય નાજૂક, પરિચિત અને હૃદયસ્પર્શી છે, પરંતુ અપૂર્ણ જણાય છે. સુરક્ષાના બંધનને ઉજવતો ઉત્સવ જરીપુરાણી ધારણામાં બંધાયેલો ન રહેવો જોઈએ કે સ્ત્રીઓને સલામતીની જરૂર છે અને પુરુષ એકમાત્ર સંરક્ષક છે.

ભાઈ-બહેનનાં બંધનની ઉજવણી થવી જ જોઈએ, પરંતુ તેની આસપાસ ઘડાયેલી પટકથા ઉજવાવી ન જોઈએ. આધુનિક પરિવારોમાં દીકરીઓ હવે સુરક્ષાની રાહ જોનારી આશ્રિત રહી નથી. તેઓ પ્રોફેશનલ્સ, કાળજી રાખનારી, નિર્ણયો લેનારી અને લાગણીશીલ આધાર છે. તેઓ ભાઈઓને સપોર્ટ કરે છે, પેરન્ટ્સની કાળજી રાખે છે, પરિવારોને બાંધી રાખે છે અને ઘણી વખત બોજાઓ પણ ઉપાડી લે છે જેને જાહેરમાં સ્વીકારવાની કોઈ વિધિ નથી. પોતાની બહેનને સુરક્ષિત રાખવા ભાઈઓના વચન તરીકે રક્ષાબંધનનું વર્ણન કરવું તે વર્તમાનમાં અસંખ્ય પરિવારોની વાસ્તવિકતાને અવગણવા સમાન છે.

વધુ સાચું અર્થઘટન પરસ્પરના રક્ષણનું ગણાશે. રાખીએ એમ કહેવાનું નથી કે,‘હું નબળી છું અને તમે મજબૂત છો.’ તેણે કહેવું જોઈએ કે ‘આપણે એકબીજાની પડખે ઉભાં રહીશું.’ આ બદલાવ ઉપરછલ્લો નથી, તે સમગ્ર ઉત્સવનો નૈતિક આધાર બદલી નાખે છે. બહેનો પોતાની બહેનો રાખી બાંધે છે, ભાઈઓ બહેનોને સમાન તરીકે સ્વીકારે છે, કઝિન્સ અને મિત્રો પણ પસંદગીના બંધનનું માન રાખે છે અને પરિવારો સારસંભાળને લૈંગિક ફરજના બદલે સહિયારી જવાબદારી સ્વરૂપે નિહાળે છે.

આવો વ્યાપક અર્થ પરંપરાની સાથે છેતરપીંડી નથી. આ તો ઉત્સવના આગવા ઈતિહાસનો હિસ્સો છે. રવિનાથનાથ ટાગોરે 1905માં કથિતપણે બંગાળના વિભાજન દરમિયાન, રાખીને કોમ્યુનિટીઓની એઓકતાના જાહેર પ્રતીક તરીકે રક્ષાબંધનનો ઉપયોગ કર્યો હતો. રાખીનો દોરો માત્ર ભાઈબહેન પૂરતો મર્યાદિત રહ્યો ન હતો. એ વિભાજન વિરુદ્ધ નાગરિક બાંયધરી બની રહ્યો. આ ઈતિહાસ મહત્ત્વનો છે કારણકે તે આપણને યાદ અપાવે છે કે અગાઉ પણ રક્ષાબંધનનો વ્યાપક ઉપયોગ રાજકીય, સામાજિક અને નૈતિક સ્વરૂપમાં કરાયો હતો.

વર્તમાનમાં પણ આવો વ્યાપક ઉપયોગ કરવો તાકીદનો છે. શહેરોમાં અને ડાયસ્પોરા સમુદાયોમાં પરિવારો દેશોમાં દૂરસુદૂર ફેલાયેલા છે અને મોટા ભાગનો સપોર્ટ મિત્રો, મેન્ટોર્સ, પડોશીઓ અથવા સહકર્મીઓ પાસેથી મળતો રહે છે. વીડિયો કોલ્સ, પોસ્ટ કરાયેલી રાખડીઓ અને ડિજિટલ ભેટો કદાચ આધુનિક સુવિધારૂપ લાગશે, પરંતુ ઊંડા બદલાવો લાગણીશીલતા છે. ઘણા લોકો હવે તેમની સાથે કોણ ઉભાં રહે છે તેની પસંદગી કરે છે. જો મિત્રે તમારા ગૌરવની રક્ષા કરી હોય, બહેને તમારી આઝાદીનું રક્ષણ કર્યું હોય, અથવા મેન્ટોરે તમારા કપરા સમયમાં અસ્તિત્વ જાળવી રાખવામાં મદદ કરી હોય, તો શા માટે રાખીએ આવા બંધનનું માન ન રાખવું જોઈએ?

મહત્ત્વનું એ છે કે ‘રાખી’ને તેના સંકીર્ણ અર્થમાંથી બચાવવી જોઈએ. રક્ષણનો અર્થ એવો થતો નથી કે સંભાળના નામે સ્ત્રીઓની પસંદગીઓ પર નિયંત્રણ કરવું. આનો અર્થ પ્રત્યેક માટે ગૌરવ, સંમતિ, શિક્ષણ, માનસિક આરોગ્ય, સલામતી અને સ્વતંત્રતાના રક્ષણનો હોવો જોઈએ. રાખી સ્વીકારતો ભાઈ કનડગત, પૂર્વગ્રહો અથવા ઘરની બહાર હિંસા બાબતે મૌન રાખતો હોય તો રાખી માત્ર શણગાર બની રહે છે. રક્ષાબંધનના ઉત્સવે ગંભીરતા મેળવવા માટે તેની મીઠાસ ન ગુમાવવી જોઈએ. તિલક, દોરો, મીઠાઈઓ અને પારિવારિક હાસ્ય જળવાઈ જ રહે, પરંતુ આ વિધિઓ કરતા લોકોની સાથે તેમાં પણ બદલાવ આવવો જોઈએ. રક્ષાબંધનનું શક્તિશાળી ભવિષ્ય સ્નેહના પરિવેશમાં પુરુષની વડીલાઈમાં નહિ, પરંતુ પારસ્પરિક જવાબદારીમાં છે. રાખી એટલે કોણ કોની રક્ષા કરે છે તેના વિશે નહિ, પરંતુ કોણ કોને ત્યજી દેવાનો ઈનકાર કરે છે તેના વિશે વધુ કેન્દ્રિત રહેવી જોઈએ. આ વિભાજીત વિશ્વમાં આવો વિચાર આ તહેવારને નબળો નહિ, પરંતુ વધુ સુસંગત બનાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter