રસીકરણ પ્રોગ્રામમાં કોને પ્રાથમિકતા અપાશે?

Wednesday 09th December 2020 02:09 EST
 
 

લંડનઃ બ્રિટન દ્વારા શરુઆતમાં દેશના બે કરોડ લોકોને રસી આપવાની યોજના તૈયાર કરી દેવાઈ છે તેમજ દરેક વ્યક્તિને ૨૧ દિવસમાં બે ડોઝ આપવાનું આયોજન કરાયું છે. બીજો ડોઝ બુસ્ટર ડોઝ હશે. વેક્સિનના ૧૦ મિલિયન ડોઝ ૨૦૨૦ના અંત સુધીમાં અને બાકીનો જથ્થો આગામી વર્ષના માર્ચ સુધીમાં આવશે. બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે બ્રિટનના ઈતિહાસના આ સૌથી મોટા રસીકરણ પ્રોગ્રામમાં દેશના ખૂણે ખૂણે રસી પહોંચતી થાય અને ઉપયોગમાં આવી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે. સૂત્રોના મતે ગંભીર દર્દીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના વોરિયર્સ તથા કેર હોમ્સમાં રહેનારા લોકોને વેક્સિનના ડોઝ સૌથી પહેલા અપાશે. જોકે, તાજા અહેવાલો અનુસાર વેક્સિનના ડોઝનો પૂરવઠો ઓછો મળે તેમ હોવાથી NHS ફ્રન્ટલાઈન સ્ટાફ - હેલ્થ વકર્સને પ્રાયોરિટી યાદીમાંથી બાકાત રખાયા છે.

રસીમાં કોને પ્રાથમિકતા?                               અંદાજિત સંખ્યા

૧. ૮૦ વર્ષ અને વધુ વયના લોકો                       ૩.૩ મિલિયન

૨. કેર હોમ વકર્સ                                          ૧.૫ મિલિયન

૩. NHS ફ્રન્ટલાઈન સ્ટાફ -હેલ્થ વકર્સ                   ૦.૭ મિલિયન

૪. કેર હોમ્સના નિવાસીઓ                                ૦.૪ મિલિયન

૫. ૭૫થી ૮૦ વયજૂથ                                      ૨.૨ મિલિયન

૬. ૭૦થી ૭૫ વયજૂથ                                     ૩.૩ મિલિયન

૭. ૬૫થી ૭૦ વયજૂથ                                     ૩.૪ મિલિયન

૮. ૬૦થી ૬૫ વયજૂથ                                      ૩.૭ મિલિયન

૯. ૫૫થી ૬૦ વયજૂથ                                      ૪.૩ મિલિયન

૧૦. ૫૦થી ૫૫ વયજૂથ                                    ૪.૭ મિલિયન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter